જામનગર શહેરના પટેલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતી 14 મહિલાઓને પોલીસે રૂા. 68,600ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર તાલુકાના ખાયડી ગામમાંથી જુગાર રમતા 6 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી એકી-બેકીનો જુગાર રમતા ચાર શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં જાહેરમાં જુગાર રમતાં આઠ શખ્સોને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના પટેલનગર, મારૂતિ પાર્ક, શેરી નંબર એકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન 14 મહિલાઓને રૂા. 68,600ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજા દરોડામાં લાલપુર તાલુકાના ખાયડી ગામમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા રાજશી નાથા ગોજિયા, જશા ધાના ગોજિયા, અરવિંદ નગા કરમુર, મહેશ ભીખા બોદર, કારૂ અરજણ ડાંગર, કરશન માલદે ઓડેદરા સહિતના 6 શખ્સોને લાલપુર પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 14,380ની રોકડ રકમ અને ગંજીપન્ના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ, શેરી નંબર 58માં શિવ સાઇ શક્તિ પાન પાસે ચલણી નોટો પર એકી-બેકીનો જુગાર રમાતા સ્થળે સિટી ‘એ’ ડિવિઝન સ્ટાફે રેઇડ દરમિયાન વિનોદ દામજી મંગે, નિશાંત સિંધી માવાણી, પ્રેમ કિશોર ભદ્રા અને શૈલેષ ઉર્ફે ભીખો જેન્તી મંગે નામના ચાર શખ્સોને રૂા. 10,900ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં દેવીપુજકવાસ વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતાં સ્થળે કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રેઇડ દરમ્યાન અનિલ ભીમા પરમાર, અરવિંદ ભીમા પરમાર, અશોક વિભા પરમાર, દિનેશ વિભા પરમાર, કરશન દેવા વાઘેલા, હમીર ચના સોલંકી, મેરૂ કાના વાઘેલા, ભરત નેપા વાઘેલા નામના આઠ શખ્સોને રેઇડ દરમયાન રૂા. 4730ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહ હાથ ધરી હતી.


