Monday, July 4, 2022
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ નોંધાશે...!!!

ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ નોંધાશે…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

- Advertisement -

અમેરિકામાં ફુગાવો ૪૦ વર્ષની ટોચે પહોંચ્યા બાદ તેના પર અંકુશ મેળવવા યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ૧૯૯૪ બાદ પ્રથમ વખત ૦.૭૫ ટકાનો તીવ્ર વ્યાજદર વધારો જાહેર કરતાં અમેરિકા સહિત વૈશ્વિક મંદી પ્રબળ બન્યાના ભયથી તેમજ સ્થાનિકમાં હોલસેલ ફુગાવાનો આંક વધીને આવતાં અને વધતાં વ્યાજ દરોએ ધિરાણ મોંઘુ બનતાં લોન ડિફોલ્ટરોની સંખ્યા અને બેંકોની એનપીએમાં ફરી જંગી વધારો થવાનું જોખમ વધતાં નેગેટીવ પરિબળ અને અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણને પગલે ભારતીય શેરબજાર બાવન સપ્તાહની નીચી સપાટીએ ઉતરી આવ્યા હતા. ફેડરલ રિઝર્વ દ્વારા તીવ્ર વ્યાજદર વધારાની બીજી તરફ સ્વીસ નેશનલ બેંકે પણ ૧૫ વર્ષ પછી વ્યાજદર વધાર્યાના અહેવાલો તેમજ બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પણ આગામી સમયમાં વ્યાજદરમાં વધારો કરવાની ગણતરીના અહેવાલોની ભારતીય શેરબજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

અમેરિકામાં ધારણા કરતાં ઘણી વધારે ઝડપથી વધી રહેલી ફુગાવો – મોંઘવારી ડામવા માટે ગત સપ્તાહે ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટીની બેઠકમાં વ્યાજના દરમાં ૦.૭૫%નો વધારો કરવામાં આવ્યો હતો. અમેરિકામાં ફુગાવાનો દર ચાર દાયકાની સૌથી ઉંચી સપાટી ૮.૬%એ છે. ઊંચા ફુગાવાના કારણે અમેરિકામાં સરકારી બોન્ડના યીલ્ડ ૩% ઉપર ચાલી રહ્યા છે. ફેડરલ રિઝર્વે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ફુગાવો હજી ઊંચો છે અને તેના માટે જરૂર પડ્યે વ્યાજના દર વધારવામાં આવશે.

સ્થાનિક સ્તરે ગત મે મહિનામાં મોનેટરી પોલિસી કમિટીએ એક બેઠક યોજીને રેપો રેટમાં ૪૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો ત્યારે બજારોએ આંચકો અનુભવ્યો હતો. પરંતુ તાજેતરની નિર્ધારિત બેઠકમાં નાણાકીય બજારોને જરાય આશ્ચર્ય થયું ન હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રેટ – ફિક્સીંગ કમિટીએ જૂનમાં સર્વસંમતિથી પોલીસી રેપો રેટમાં ૫૦ બેસિસ પોઇન્ટનો વધારો કરીને ૪.૯% કરવાનો નિર્ણય લીધો હતો અને ફુગાવાના અનુમાનમાં ૧૦૦ બેસિસ પોઇન્ટસનો સુધારો કર્યો હતો. તે હવે ચાલુ નાણાંકીય વર્ષમાં છુટક ફુગાવો સરેરાશ ૬.૭% રહેવાની અપેક્ષા રાખે છે. રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનું અનુમાન ૭.૨% રાખ્યું છે. ક્ષમતાનો ઉપયોગ સુધરી રહ્યો છે જે કેટલાક નવા રોકાણ તરફ દોરી શકે છે. કોર્પોરેટ અને બેંક બેલેન્સ શીટમાં સુધારો કરવાની પણ મદદ મળી શકે છે.

- Advertisement -

ચાલુ નાણાકીય વર્ષના વિકાસના આંકડા, ખાસ કરીને પ્રથમ અર્ધવાર્ષિક, ગયા વર્ષની સરખામણીમાં નબળા આધાર પર આધારિત રહેશે. એકંદરે અર્થતંત્રને આગામી થોડા ક્વાર્ટરમાં નોંધપાત્ર સમાધાન કરવું પડશે કારણ કે વૈશ્વિક પરિસ્થિતિઓ પ્રતિકૂળ રહે છે, સ્થાનિક ફુગાવો અને વ્યાજ દર ઉંચા સ્તરે છે, જે વૃદ્ધિ અને સંપત્તિ મૂલ્ય બંનેને અસર કરશે. જ્યાં સુધી ફુગાવો લક્ષ્યની નજીક ન આવે ત્યાં સુધી અનિશ્ચિતતા યથાવત રહેશે.

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક તેમજ વૈશ્વિક પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં વોલેટાલિટીભર્યા માહોલ વચ્ચે પણ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા ચાલુ ૨૦૨૨ના કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી શેરોમાં રૂ. ૨ લાખ કરોડનું વિક્રમી રોકાણ કર્યું છે જેના પગલે બજારને ટેકો સાંપડયો છે. વિવિધ પ્રતિકૂળ પરિબળો પાછળ વિદેશી રોકાણકારોની એકધારી વેચાવાલીના કારણે બજારનું મોરલ ખરડાયું છે. ચાલુ જૂન માસમાં અત્યાર સુધીમાં રૂ.૧૪૦૦૦ કરોડની વેચવાલી હાથ ધરી છે. ગયા મહિને રૂ.૫૪૨૯૨ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષમાં તેઓએ રૂ.૧.૫ લાખ કરોડથી પણ વધુની વેચવાલી હાથ ધરી છે. બીજી તરફ પ્રતિકૂળ માહોલ વચ્ચે પણ સ્થાનિક સંસ્થાઓ દ્વારા શેરોમાં સતત નવી લેવાલી હાથ ધરાઈ રહી છે. જેના કારણે બજારને ટેકો મળતા તે વધુ તુટતા અટક્યું છે.

ઉપલબ્ધ ડેટા મુજબ સ્થાનિક સંસ્થાઓ દ્વારા છેલ્લા સતત ૧૬ માસથી નવી લેવાલી હાથ ધરાઈ છે. ગત મે માસમાં તેઓએ રૂ.૫૦૦૦૦ કરોડથી પણ વધુ મુલ્યના શેરો ખરીદ્યા હતા. આમ, સતત નવી લેવાલીના પગલે ૨૦૨૨માં અત્યાર સુધીમાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા ભારતીય શેરબજારમાં રૂ.૨,૦૦,૦૨૪.૧૬ કરોડનું વિક્રમી રોકાણ કરવામાં આવ્યું છે. જે અગાઉના વર્ષો કરતા સર્વાધિક રોકાણ છે. વોલેટાલિટી વચ્ચે પણ સ્થાનિક સંસ્થાઓ દ્વારા ભારતીય શેરબજારમાં થઈ રહેલા સતત રોકાણના કારણે બજારને ટેકો મળવા સાથે તેની નરમાઈ પર પણ બ્રેક લાગી છે. જો સ્થાનિક સંસ્થાઓ સક્રિય ના હોત તો બજારમાં ભારે ઘટાડો નોંધાયો હોત, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

બજારની ભાવી દિશા…. મિત્રો, અમેરિકામાં ફુગાવો સતત ત્રણ મહિનાથી ૪૦ વર્ષની ટોચે જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે પણ ફુગાવાની સમસ્યા વણસી રહી છે. ભારતીય શેરબજારમાં હાલ પોઝિટિવ કરતાં નેગેટિવ ફેક્ટર વધુ જોવા મળી રહ્યા છે. ક્રૂડ ઓઈલ સૌથી મોટું નેગેટિવ ફેક્ટર છે. ઓપેક પ્લસ દેશોએ ઉત્પાદન થોડું વધારવાની જાહેરાત કરી તેમ છતાં રશિયા પરના પ્રતિબંધોની અવળી અસરને કારણે ક્રૂડ ઓઈલ બેરલદીઠ ૧૨૦ ડોલર આસપાસ જ રહ્યું. રિઝર્વ બેન્કે તાજેતરમાં તેની પોલિસી બેઠક દરમિયાન ફુગાવાનો અંદાજ વધાર્યો છે તેમાં ક્રૂડ ઓઈલ બેરલદીઠ ૧૦૫ ડોલરના ભાવે ગણતરીમાં લીધું છે. આમ, મારા મત મુજબ વર્તમાન ભાવ જોતા ક્રૂડ ઓઈલ ફુગાવાનું ગણિત બગાડશે તેમ જણાય છે.

એફઆઈઆઈ સતત આઠ મહિના નેટ વેચવાલ રહ્યા પછી જૂનમાં પણ તેમણે વેચવાલી આગળ ધપાવી છે. એફઆઈઆઈ હજી ઈન્ડેક્સ બેઝ્ડ શેરોમાં ૨૦% આસપાસ હોલ્ડિંગ ધરાવે છે તે જોતા હજી તેઓ બજારમાં વેચવાલી કરી શકે છે તેમજ કોરોનાના કેસો મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં વધવા લગતા ફરી નિયંત્રણોની ભીતિ સેવાતા આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી સાથે નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે. ઉપરાંત સ્થાનિક કરતાં વૈશ્વિક પરિબળો વધુ હાવિ રહેશ…!! બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( 15348 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 15008 પોઇન્ટના પ્રથમ અને 14808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 15404 પોઇન્ટથી 15474 પોઇન્ટ, 15505 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 15505 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 32885 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 33303 પોઇન્ટના પ્રથમ અને 33676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 32676 પોઇન્ટથી 32404 પોઇન્ટ, 32320 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 33676 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) કલ્પતરુ પાવર ( 353 ) :- એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ અને કન્સ્ટ્રક્શન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.330 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.317 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.366 થી રૂ.373 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.380 ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) લક્ષ્મી ઓર્ગેનિક ( 309 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.288 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.276 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.323 થી રૂ.330 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) હિન્દુસ્તાન ઝિંક ( 272 ) :- રૂ.260 નો પ્રથમ તેમજ રૂ.247 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.286 થી રૂ.293 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

) ઓઈલ ઈન્ડિયા ( 257 ) :- ઓઇલ એક્સપ્લોરેશન & પ્રોડ્યૂકશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.272 થી રૂ.280 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.237 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) એલિકોન એન્જિનિયરિંગ ( 250 ) :- રૂ.233 નો પ્રથમ તેમજ રૂ.217 ના સ્ટોગ સપોર્ટથી ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.263 થી રૂ.270 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ટાટા પાવર કંપની ( 210 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.193 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.224 થી રૂ.230 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) એનસીએલ ઈન્ડસ્ટ્રીઝ ( 162 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.147 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.168 થી રૂ.175 ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) અશોક લેલેન્ડ ( 131 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમર્શિયલ વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.118 આસપાસ રોકાણકારે રૂ.144 થી રૂ.150 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.108 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 2604 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.2560 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! રીફાઇનરી & માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.2647 થી રૂ.2670 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) એચડીએફસી બેન્ક ( 1296 ) :- આ સ્ટોક રૂ.1270 નો પ્રથમ તેમજ રૂ.1244 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1313 થી રૂ.1320 સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ટાટા સ્ટીલ ( 909 ) :- ૪૨૫ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.880 નો પ્રથમ તેમજ રૂ.868 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! આર્યન & સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.923 થી રૂ.930 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) લાર્સન & ટુબ્રો ( 1492 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1533 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1547 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1477 થી રૂ.1460 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1560 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ભારતી એરટેલ ( 646 ) :- રૂ.660 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.667 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.633 થી રૂ.626 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.676 ઉપર તેજી તરફી ધ્યાન… !!

) બર્જર પેઈન્ટ ( 560 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.577 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.584 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.547 થી રૂ.533 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.590 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) હિન્દુસ્તાન કોપર ( 93 ) :- કોપર સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.98 થી રૂ.108 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.80 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) સનફ્લેગ આયર્ન ( 86 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે આયર્ન અને સ્ટીલ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.77 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.94 થી રૂ.98 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) વેલસ્પન ઈન્ડિયા ( 71 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.66 નો પ્રથમ તેમજ રૂ.60 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! અન્ય ટેક્સટાઇલ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.76 થી રૂ.80 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( 68 ) :- રૂ.60 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.73 થી રૂ.77 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.77 ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ 15008 થી 15505 પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular