Sunday, January 23, 2022
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ નોંધાશે...!!!

ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ નોંધાશે…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

કોરોના – ઓમિક્રોન સંક્રમણથી વિશ્વ ફરી ઘેરાયું છે છતાં ભારતીય શેરબજારોમાં કેલેન્ડર વર્ષ ૨૦૨૨નો પ્રારંભ ઝળહળતી તેજી સાથે થયો છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના પ્રથમ સપ્તાહમાં ફોરેન – લોકલ ફંડો, મહારથીઓ, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ શેરોમાં ઓલ રાઉન્ડ લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં તેજી કરીને કેલેન્ડર વર્ષ ૨૦૨૨નું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રોકાણકારોને માલામાલ કરી દેનાર પૂરવાર થયેલા ગત વર્ષ ૨૦૨૧માં બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૨૨%નું વળતર અને નિફટી ફ્યુચરમાં ૨૪%નું વળતર – ઉછાળો નોંધાયો હતો. વિક્રમી તેજીનું વર્ષ નીવડીને વિદાય લીધેલા ૨૦૨૧માં શેરબજારમાં રોકાણકારોને અઢળક વળતર સાથે રોકાણકારોની સંપતિ – બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન એક વર્ષમાં રૂ.૭૮ લાખ કરોડ વધ્યું હતું. ૩૧,ડિસેમ્બર ૨૦૨૦ના માર્કેટ કેપ રૂ.૧૮૮.૦૩  લાખ કરોડ હતું, એ એક વર્ષમાં રૂ.૭૮લાખ કરોડ વધીને રૂ.૨૬૬ લાખ કરોડ પહોંચ્યું છે.

દેશમાં ઓમિક્રોનના કેસમાં ઝડપી વધારો થવા છતાં સ્થાનિક અને વિદેશી ફંડો તેમજ ખેલાડીઓની નવી લેવાલી પાછળ ગત સપ્તાહે શેરબજારમાં તેજીની ચાલ આગળ વધતા સેન્સેક્સે પુન: મહત્વની એવી ૬૦૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી દીધી હતી. જ્યારે નિફ્ટી ફ્યુચરે પણ ૧૮૦૦૦ પોઈન્ટ તરફી કુચ કરી હતી. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ઓમિક્રોન પ્રસરતા લોકડાઉન સહિત અન્ય પ્રતિબંધો અમલી બન્યાના અહેવાલોને ડિસ્કાઉન્ટ કરી ફંડો અને સ્થાનિક ખેલાડીઓ દ્વારા નવી લેવાલી હાથ ધરાતા સુધારાની ચાલ આગળ વધી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ક્રિસમસ પહેલા દેશના અનેક રાજ્યોએ ઓમિક્રોનના ફેલાવાને અંકૂશમાં રાખવા રાત્રી સંચારબંદી લાગુ કરતા તેની અસર સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પર પડી હતી. ડિસેમ્બરમાં સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ ઘટીને ૫૫.૫૦ સાથે ત્રણ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. નવેમ્બરમાં પીએમઆઈ ૫૮.૧૦ રહ્યો હતો. આ ઉપરાંત જાહેર થયેલો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ ઘટીને ત્રણ માસની નીચી સપાટીએ રહ્યો હતો. સેવા ક્ષેત્રમાં ફરીથી રોજગારમાં કાપ શરૂ થયો છે, પરંતુ રોજગારમાં ઘટાડાની માત્રા સાધારણ છે.

- Advertisement -

સેવા ક્ષેત્ર માટે ૨૦૨૧નું વર્ષ પણ ભારે ચડાવઊતારવાળું પસાર થયું છે. વર્ષ ૨૦૨૨માં વેપારમાં સુધારો થશે તેવી મોટાભાગની કંપનીઓએ અપેક્ષા વ્યકત કરી છે, પરંતુ કોરોનાએ ફરી માથું ઊંચકતા  અને ભાવના દબાણે કંપનીઓની અપેક્ષા સામે રુકાવટ ઊભી કરી છે. આઉટલુક સામે અનિશ્ચિતતા જોવા મળી રહી છે અને ક્ષમતા પર દબાણના અભાવે ડિસેમ્બરમાં રોજગારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ઘટાડો સાધારણ રહ્યો હતો અને નવા વર્ષમાં જો સેવા ક્ષેત્ર માટે માગ સાનુકૂળ હશે તો રિકવરી જોવા મળશે એવી કંપનીઓને આશા છે. ઓમિક્રોનનો ફેલાવો ઉત્પાદન ક્ષેત્ર કરતા કોન્ટેકટની દ્રષ્ટિએ સંવેદનશીલ એવી સેવા પ્રવૃત્તિઓને પ્રતિકૂળ અસર કરશે. કોરોનાની બીજી લહેર વખતે ગયા વર્ષે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મે, જુન તથા જુલાઈમાં લગભગ અટકી પડી હતી જ્યારે સેવા ક્ષેત્રમાં ઘટાડો નોંધાયો હતો.

ઓમિક્રોનના કેસોને અંકૂશમાં રાખવા વિવિધ રાજ્યો દ્વારા હાથ ધરાયેલા નિયમનકારી પગલાંને પરિણામે માર્ચ ત્રિમાસિક ગાળામાં દેશના આર્થિક વિકાસ દરમાં ૦.૩૦% સુધીની અસર પડી શકે છે. વર્તમાન નાણાં વર્ષના ચોથા ત્રિમાસિક ગાળાનો આર્થિક વિકાસ દર ૬.૧૦% રહેવા અગાઉ ધારણાં રખાતી હતી, પરંતુ તેમાં હવે વિવિધ રાજ્યો દ્વારા લોકોની નિયમનકારી પગલાંને પરિણામે આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડવા દેશના આર્થિક વિકાસ દરમાં ૦-૨૦ થી ૦.૩૦% સુધીની અસર સંભવ છે. વધુને વધુ રાજ્યો પ્રતિબંધો મૂકી રહ્યા છે અને જાન્યુઆરીથી પણ આગળ લંબાવી રહ્યા છે એટલું જ નહીં વૈશ્વિક રિકવરી મંદ પડતા નિકાસ પર તેની પ્રતિકૂળ અસર પડી છે. ઓમિક્રોનનો ભય છતાં ભારતીય રૂપિયો ડોલર સામે રૂપિયા ૭૪થી ૭૬ વચ્ચે અથડાયા કરશે  અને આવશ્યકતા જણાશે ત્યારે રિઝર્વ બેન્ક દરમિયાનગીરી કરશે.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૦,૫૬૦.૨૭ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૧,૨૩૧.૦૫ કરોડની ખરીદી તેમજ ૦૬ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૩૪૦૮.૯૪ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૯,૯૦૧.૯૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૫,૪૯૩.૫૯ કરોડની વેચવાલી તેમજ ૦૬ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૫૮૬.૫૬ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, કોરોના મહામારીની પ્રતિકૂળતા તેમજ વૈશ્વિક અને સ્થાનિક સ્તરના સાનુકૂળ / પ્રતિકૂળ પરિબળોની હારમાળા વચ્ચે પણ લિક્વિડીટીની સરળતાના પગલે તેજી તરફી ટોન સાથે શેરબજારમાંથી ૨૦૨૧ના કેલેન્ડર વર્ષ વિદાય લીધી છે. હવે આર્થિક નિષ્ણાતો ૨૦૨૨નું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરી રહ્યા છે જેમાં ૨૦૨૧ના અંતિમ ગાળામાં થોડું સ્થિર થયેલું શેરબજાર ૨૦૨૨માં તેની પ્રગતિના સંકેત આપી રહ્યું છે. મારા મત મુજબ વર્ષ ૨૦૨૨માં તેજીનો સૂર યથાવત જોવા મળશે અને કોરોનાની ત્રીજી લહેરની સાથે આર્થિક ઉન્નતિની લહેર પણ જોવા મળી શકે છે.

કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં દરેક બજારોમાં તેજીનો સંચાર જોવા મળશે. વેશ્વિક રોકાણકારો ૨૦૨૧ના અંતમાં રોકાણ પાછું ખેંચી રહ્યા હતા પરંતુ ચીન અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોર ભારતને આર્થિક સ્તરે ફળી શકે છે. વૈશ્વિક રોકાણકારો ફરી ભારતમાં રોકાણ કરશે એમ મનાય છે. આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક નીવડવાની પૂરી શકયતા અને કેન્દ્રિય બજેટ બજારોને નવી ઊંચાઈએ લઈ જવા મહત્વનું ટ્રીગર બની રહે તો પણ નવાઈ ન પામશો. આ સંજોગોમાં નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં બીએસઇ સેન્સેક્સ અને નિફટી ફ્યુચર નવી ઐતિહાસિક સપાટી નોંધાવી શકે છે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

INVESTMENT POINT WEEKLY - 10.01.2022 TO 14.01.2022 003

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૮૫૫ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૬૭૬ પોઇન્ટના પ્રથમ અને ૧૭૬૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૯૦૯ પોઇન્ટથી ૧૮૦૦૮ પોઇન્ટ, ૧૮૦૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૮૦૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

INVESTMENT POINT WEEKLY - 10.01.2022 TO 14.01.2022 004

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૭૮૫૬ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૩૭૩ પોઇન્ટના પ્રથમ અને ૩૭૦૦૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૭૯૭૦ પોઇન્ટથી ૩૮૧૮૦ પોઇન્ટ, ૩૮૩૦૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૩૦૩ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૨૮ ) :- કાર & યુટીલીટી વિહિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૭૯૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૮૪૮ થી રૂ.૮૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૮૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) અદાણી પોર્ટ ( ૭૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૫૭ થી રૂ.૭૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) એક્સિસ બેન્ક ( ૭૨૫ ) :- રૂ.૭૧૭ નો પ્રથમ તેમજ રૂ.૭૦૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૭૫૭ થી રૂ.૭૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) અમર રાજા બેટરીઝ ( ૬૩૦ ) :- ઓટો પાર્ટ & ઈક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૫૬ થી રૂ.૬૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ચોલામંડલમ લિમિટેડ ( ૫૭૧ ) :- રૂ.૫૪૭ નો પ્રથમ તેમજ રૂ.૫૩૦ ના સ્ટોગ સપોર્ટથી ફાઈનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૫૮૮ થી રૂ.૬૦૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૧૪ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૪૮૪ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૫૩૭ થી રૂ.૫૫૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ટાટા મોટર્સ ( ૪૮૮ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૪૬૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૫૦૫ થી રૂ.૫૧૩ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ભારત પેટ્રોલિયમ ( ૩૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરીઓ/પેટ્રોપ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૭૩ આસપાસ રોકાણકારે રૂ.૪૧૪ થી રૂ.૪૨૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૩૬૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૮૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૮૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ટેક મહિન્દ્ર ( ૧૭૧૨ ) :- આ સ્ટોક રૂ.૧૬૮૭ નો પ્રથમ તેમજ રૂ.૧૬૭૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૬૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૮૦૦ ) :- ૪૭૫ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૭૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) એસબીઆઈ લાઈફ ( ૧૨૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૪૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૬૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) સન ફાર્મા ( ૮૩૪ ) :- રૂ.૮૫૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૬૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૭૮ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) અદાણી પોર્ટ ( ૭૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૫૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૨૩ થી રૂ.૭૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૭૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) ઓમેક્સ લિમિટેડ ( ૮૬) :- રિયલ્ટી સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૪ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ગોકુલ એગ્રો ( ૭૬ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે એડિબલ ઓઇલ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૪ થી રૂ.૯૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) આદિત્ય બિરલા મની ( ૬૬ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાઈનાન્સિયલ સર્વિસ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૪ થી રૂ.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) પશુપતિ એક્રિલોન ( ૫૦ ) :- રૂ.૪૪ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૭ થી રૂ.૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૪ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૬૦૬ થી ૧૮૦૦૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular