ભારતમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઇને બ્રિટનની સંસદમાં ફરી એકવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આંદોલન કરી રહેલા ખેડૂતોની સુરક્ષા અને મીડિયાની સ્વતંત્રતાને લઇને ભારત સરકાર પર દબાણ વધારવાની બ્રિટનની સંસદમાં કરવામાં આવેલી ઓનલાઇન પિટીશન બાદ આ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જાણકારી પ્રમાણે આ અરજી પર એક લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા હતાં. લંડનના પોર્ટકુલિસ હાઉસમાં 90 મિનિટ સુધી ચાલેલી ચર્ચા દરમિયાન કંઝર્વેટિવ પાર્ટીની થેરેસા વિલિયમ્સે સ્પષ્ટ કહી દીધું હતું કે, કૃષિ આંદોલન એ ભારતનો આંતરીક મુદ્દો છે. આ મુદ્દાને લઇને કોઇ વિદેશી સંસદમાં ચર્ચા ના કરી શકાય.

ભારતના ખેડૂત આંદોલન મામલે લંડનના પોર્ટકુલિસ હાઉસમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જે લગભગ 90 મિનિટ સુધી ચાલી હતી. કોવિડ પ્રોટોકોલના કારણે કેટલાંક સાંસદોએ ઘરેથી જ ડિજિટલ માધ્યમથી ભાગ લીધો હતો. સાંસદ પાર્લામેન્ટમાં ફિઝિકલી હાજર રહે. ખેડૂત આંદોલનને સૌથી મોટી લેબર પાર્ટીનું સમર્થન મળ્યું છે. લેબર પાર્ટીના 12 સાંસદ જેમાં લેબર પાર્ટીના પૂર્વ નેતા જેરેમી કોર્બીન પણ સામેલ હતા. તેઓએ એક ટ્વિટમાં ખેડૂતોનું સમર્થન કર્યું હતું. ચર્ચા પર જવાબ આપવા નિયુક્ત કરાયેલા મંત્રી નેગલ એડમ્સે કહ્યું કે, કૃષિ સુધાર ભારતનો ઘરેલુ મુદ્દે છે. મંત્રી અને અધિકારીઓ આ મુદ્દા પર ભારતીય સમકક્ષો સાથે સંપર્કમાં છે અને અવિશ્ર્વસનિય રુપે બારીકીના મુદ્દા પર નજર રાખી છે. મંત્રીએ કહ્યું હતું કે, ભારતની સાથે યુએન સિક્યોરીટી કાઉન્સીલ અને જી-7 સમિટના સારા પરિણામ મળ્યા છે. બંને દેશના સંબંધ વૈશ્ર્વિક સમસ્યાઓને ઉકેલવાના કામમાં આવશે. તેનાથી ભારત અને યુકેમાં પણ સમૃધ્ધિ આવશે. મંત્રીએ કહ્યું કે, બંને દેશના સંબંધો સારા હોવા છતાં આપણે મુશ્કેલ મુદ્દા ને ઉઠાવવાથી અટકીશું નહીં. તેઓએ આશા રાખી છે કે, જલ્દી ભારત સરકાર ખેડૂત યુનિયનની સાથે વાતચીતનું સકારાત્મક પરિણામ આવશે.