Tuesday, March 19, 2024
Homeરાષ્ટ્રીયજીંદગીની રેસ હાર્યા મહાન દોડવીર મિલ્ખા સિંહ, 5 દિવસ અગાઉ પત્નીએ અલવિદા...

જીંદગીની રેસ હાર્યા મહાન દોડવીર મિલ્ખા સિંહ, 5 દિવસ અગાઉ પત્નીએ અલવિદા કહ્યું હતું

- Advertisement -

ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે કોરોનાના લીધે નિધન થયું છે. 5દિવસ અગાઉ જ તેમના પત્નીનિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ બાદ નિધન થયું છે. પોતાની તબિયત ખરાબ હોવાથી તેઓ પત્નીની અંતિમ વિદાયમાં પણ હાજર રહી શક્યા ન હતા.

- Advertisement -

મિલ્ખા સિંહની સારવાર ચંદીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં ચાલી રહી હતી. પીજીઆઈએમઆર હોસ્પિટલે જણાવ્યું હતું કે શુક્રવારે તેમના ઓક્સિજનનું સ્તર ઘટી ગયું હતું અને તેમને તાવ પણ આવ્યો હતો. બાદમાં તેમનું નિધન થયું છે. મિલ્ખા સિંહ 20 મે ના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. પાંચ દિવસ અગાઉ તેમના પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશંસના કારણે નિધન થયુ હતુ.

20 નવેમ્બર 1929ના રોજ પાકિસ્તાનના શીખ પરિવારમાં મિલ્ખા સિંહ જન્મ થયો હતો. ભારત આવીને સેનામાં જોડાયા પછી ક્રોસ કન્ટ્રી દોડમાં સામેલ થયા પછી મિલ્ખા સિંહ 400થી વધુ સૈનિકોમાં છઠ્ઠા નંબરે આવ્યા હતા.મિલ્ખાસિંહ ટ્રેક એંડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. મિલ્ખા સિંહ પાકિસ્તાનમાં આયોજિત એક દોડમાં સામેલ થવા ગયા હતા. એમાં તેમણે શાનદાર દેખાવ કર્યો. તેમના પ્રદર્શનને જોઈને પાકિસ્તાનના જનરલ અયુબ ખાને તેમને ‘ધ ફ્લાઇંગ શીખ’ નામ આપ્યું હતું.

- Advertisement -

મેલબર્નમાં 1956ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યું હતું, રોમમાં 1960ના ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં મિલ્ખા સિંહે પોતાના શાનદાર પ્રદર્શનની સાથે દાયકાઓ સુધી ભારતના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી. ભારત સરકારે તેઓને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular