Saturday, October 12, 2024
Homeરાષ્ટ્રીયતામિલનાડુના દરેક પરિવારને રૂપિયા 4000ની સહાય આપશે સરકાર

તામિલનાડુના દરેક પરિવારને રૂપિયા 4000ની સહાય આપશે સરકાર

રાજયની નવી સ્ટાલિન સરકારનો નિર્ણય : દરેકને રોકડ સહાય આપનારૂં દેશનું પહેલું રાજય

- Advertisement -

કોરોનાના કહેરથી દેશન મોટાભાગના રાજ્યોમાં સ્થિતિ ખરાબ છે, લોકોની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ ચુકી છે ત્યારે તામિલનાડુના સીએમ બનતાની સાથે જ સ્ટાલિને એક મહત્વનો નિર્ણય લીધો છે.

એમ કે સ્ટાલિને આજે સીએમ તરીકે શપથ લીધા બાદ તરત જ કોરોના કાળમાં લોકોને રાહત આપવા માટે દરેક પરિવારને 4000 રૂપિયા આપવાના આદેશ પર સહી કરી હતી.આ પૈકી 2000 રૂપિયાનો પહેલો હપ્તો મે મહિનામાં ચુકાવવામાં આવશે.બીજા કોઈ રાજ્યમાં આ રીતે લોકોને સીધી સહાય આપવાની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.

સાથે સાથે તેમણે જાહેર કર્યુ હતુ કે, સરકાર સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અપાયેલા ઈન્સ્યોરન્સ કાર્ડ જેમની પાસે છે તેમને જો કોરોના થયો તો ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ઉપાડશે. સ્ટાલિનના મંત્રીમંડળમાં 33 સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે.

આ પૈકી 15 પહેલી વખત મંત્રી બન્યા છે.જોકે તામિલનાડુ કોરોનાકાળમાં તમામ લોકોને આર્થિક રાહત આપનાર પહેલુ રાજય બન્યુ છે.આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર નાણાકીય બોજો આવશે અને તેને સરકાર કેવી રીતે પહોંચી વળશે તે જોવાનુ રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular