જામનગર તાલુકાના ઢીંચડા ગામે રહેતા એક યુવકને છેલ્લા ચારેક વર્ષથી તિરુપતિ સોસાયટીમાં રહેતી યુવતી સાથે પ્રેમસબંધ હોય અને આ અંગે યુવતીના પરિવારને ખબર પડી જતા ચાર શખ્સોએ તેણીના પ્રેમી અને મિત્રને લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે માર મારી જાતીપ્રત્યે અપમાનિત કરી જાનથી પતાવી દેવાની ધમકી આપતા યુવકેચારે વિરુધ સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર તાલુકાના ઢીંચડા ગામે રહેતા કાનજીભાઈ ઉર્ફે રવી નામોરીભાઈ માતંગ નામના યુવકને ઢીંચડા રોડ પર આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતા દેવશી કોળીની બહેન સાથે છેલ્લા ચારેક વર્ષથી પ્રેમ સબંધ હોય જેની રસીલાબેન કોળીને ખબર પડી જતા યુવતીના ભાઈ દેવશી કોળી, મયુર કોળી તેમજ રસીલાબેન કોળી અને રસીલાબેનને ભાણેજે રવી માતંગના માથાના ભાગે લોખંડના પાઈપ વડે ઈજાઓ પહોચાડી રવીના મિત્ર વિક્કી ઉર્ફે ભૂરાને માથામાં તથા શરીરે લાકડાના ધોકા વડે ઈજાઓ પહોચાડી બન્નેને ઢીકાપાટુનો માર મારી જાતી પ્રત્યે અપમાનિત કર્યા હતા. તથા જો અમારા વિરુધમાં ફરિયાદ કરીશ તો તને જાનથી પતાવી દઈશું તેવી ધમકીઓ આપતા યુવકે તેની પ્રેમિકાના પરિવારના ચાર સભ્યો વિરુધ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.