Sunday, July 13, 2025
HomeવિડિઓViral Videoપાન યુવતીએ ખાધુ અને હાવભાવ આજુબાજુ વાળાના બદલાયા... જૂઓ ફની વિડિયો

પાન યુવતીએ ખાધુ અને હાવભાવ આજુબાજુ વાળાના બદલાયા… જૂઓ ફની વિડિયો

સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર વિડિયોની ભરમાર છે. ત્યારે કેટલાંક વિડિયો તેમાંથી ખુબ વાયરલ થઇ જતા હોય છે. ત્યારે તેવો જ એક પાન ખાતી યુવતીનો વિડિયો વાયરલ થયો છે. જેમાં પાન યુવતી ખાય છે પરંતુ તેને જોઇને આજુબાજુ વાળાઓના હાવભાવ કેવા થાય છે તે જોઇને તમે હસવું નહીં રોકી શકો.

- Advertisement -

સોશિયલ મિડિયાની દુનિયામાં દરરોજ કઇંક નવું અને રસપ્રદ જોવા મળે છે. આજકાલ એક છોકરીનો ફાયર પાન ખાતો વિડિયો લોકોને ખૂબ હસાવી રહ્યો છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર @official_viralclips/ નામના યૂઝરે શેર કર્યો છે. જેમાં જોઇ શકાય છે કે, એક યુવતી યેલ્લો ડ્રેસ પહેરીને ફાયર પાન ખાવા માટે ઉભી છે અને જ્યારે દુકાનદાર તેના મોંમાં ફાયર પાન મૂકે છે. ત્યારે જોઇ શકાય છે કે, ત્યાં આજુબાજુમાં ઉભેલો એક 40-45 વર્ષનો માણસ જાણે કે પોતાના મોંમાં પાન મૂકયું હોય તેવા હાવભાવ પ્રગટ કરે છે. તેવું લાગી રહ્યું છે કે, જાણે તે પોતે ફાયર પાન ટેસ્ટ કરવા માંગ છે. આ યુવતીને જ્યારે ફાયર પાન આરોગી રહી હોય છે ત્યારે શું રિએકશન હોય છે તે જાણવા ત્યાં ઉભો હોય છે પરંતુ યુવતીના બદલે સમગ્ર રીએકશન તે માણસના ચહેરા પર વર્તાઇ રહ્યાં હતાં. જાણ કે તેના મોંમાં અંદર ફાયર પાન અપાયું હોય તેવા તેના ચહેરાના હાવભાવ પણ બદલી રહ્યાં હોય છે. તે જોતાં જ ખૂબ હસી પડાય તેવો આ વિડિયો છે. આ વિડીયોને ઘણા લોકોએ લાઇક કર્યો છે. તેમાં પણ આપણે ત્યાં પાન ખાવાના શોખીન છે ત્યારે પાનમાં પણ જુદી જુદી નવી નવી ઘણી વેરાયટીઓ જોવા મળતી હોય છે. ત્યારે સાદા પાન ઉપરાંત આ ટાઇપના ફાયર પાન, ચોકલેટ પાન વગેરે ખૂબ જ ડિમાન્ડમાં છે. ત્યારે લોકોને સહેજેય થોડું કુતુહુલ થતું હોય છે કે, આ પાન કેવી રીતે ખાઇ શકાતું હશે અને તે ખાધા બાદ કેવું અનુભવાય છે? તને જાણવા માટે આતૂર એવા લોકો હિંમત કરીને આ પાન ટ્રાય કરતા જોવા મળતા હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular