Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયપટ્રોલપંપ પર નકલી નોટ ચાલી જતા ટોળકીએ યુટ્યુબમાં વિડીઓ જોઈ નકલી નોટો...

પટ્રોલપંપ પર નકલી નોટ ચાલી જતા ટોળકીએ યુટ્યુબમાં વિડીઓ જોઈ નકલી નોટો બનાવી

12 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં આવી ગઈ

- Advertisement -

ગાઝિયાબાદના કૈલાભઠ્ઠા ખાતેથી નકલી નોટો છાપનારી ટોળકી ઝડપાઈ છે. કોતવાલી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, શુક્રવારે પોલીસે નકલી નોટો બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો અને સાત શખ્સોની ધરપકડ કરી 6લાખ 50હજારથી વધુની કિંમતની નકલી ચલણી નોટો અને નકલી નોટો બનાવવાના સાધનો પણ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અમાન, આલમ, રહેબર, ફુરકાન, આઝાદ, યુનુસ અને સોનુ તરીકે થઈ હતી.

- Advertisement -

આઝાદના કહેવા પ્રમાણે થોડાં મહિનાઓ પહેલા પેટ્રોલ પંપ પર એક વ્યક્તિએ તેના પાસેથી કેટલીક નોટો છુટ્ટા માટે તોડાવી હતી જેમાં કેટલીક નકલી હતી. પેટ્રોલ પંપ પર નકલી નોટો ચાલી ગયા બાદ આઝાદને નકલી નોટો છાપવાનો વિચાર આવ્યો હતો. આ પછી આઝાદના મગજમાં નકલી નોટો બનાવવાનો વિચાર આવ્યો. તેણે સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ વીડિયોમાંથી માહિતી એકઠી કરીને નકલી નોટો બનાવવાનું કામ શીખ્યું હતું. જે બાદ આઝાદે સોનુ અને યુનુસ સાથે મળીને નકલી નોટો છાપવાનું શરૂ કર્યું.

આરોપીઓએ મે 2021માં નકલી ચલણ છાપવાનું શરૂ કર્યું અત્યાર સુધીમાં કુલ 15 થી 17 લાખની નકલી નોટો છાપવામાં આવી છે. જેમાંથી લગભગ 12 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં આવી છે. આરોપીઓએ નકલી નોટો છાપતી વખતે ગુણવત્તાનું પણ ખૂબ ધ્યાન રાખ્યું હતું. જેથી નકલી નોટ સરળતાથી ઓળખી ન શકાય. આરોપીઓ એક હજાર રૂપિયાના બદલામાં નકલી 3000 રૂપિયા આપતા હતા. આ સમગ્ર ગેરકાયદેસર ધંધામાં સપ્લાયર્સ પણ સામેલ છે જેઓ 20% કમિશન પર કામ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.6 લાખ 59 હજાર છસોની નકલી નોટો કબજે કરી છે. જેમાં 100, 200, 500 અને 2000ની નોટોનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી નોટ પ્રિન્ટીંગ ફર્મ, પ્રિન્ટર, કટર અને નોટ પ્રિન્ટીંગ પેપર પણ મળી આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular