ઇસ્લામી વર્ષ નો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જામનગરમાં ચાંદીના તાજિયા આકર્ષણનું કેન્દ્ર બને છે.
મુસ્લિમોનું નવું વર્ષ એટલે કે મોહરમ, મોહરમ આવે એટલે તાજીયાનો તહેવાર આવી રહ્યો છે. તાજીયા ની વાત આવે એટલે સમગ્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં જામનગરના તાજીયા ખુબ જ પ્રખ્યાત છે. જયારે મોહરમએ ‘હઝરત ઇમામ હસન’ અને ‘હઝરત ઇમામ હુસેન અલવ્હિસ્સલામ’ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’ નો તહેવાર છે.
View this post on Instagram
મોહરમ ઇસ્લામી વર્ષ નો પ્રથમ મહિનો છે જે ચંદ્રના હિસાબ થી ચાલે છે. ઈસ્લામી વર્ષનો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. જામનગર શહેર માં પરવાનાવાળા તાજીયા કુલ ૨૯ છે અને ખાસ કરીને જામનગરમાં ચાંદીના તાજિયા આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ચાંદીના તાજિયા જોવા વિદેશમાંથી પણ લોકો આવે છે. જો કે આ ચાંદીના તાજિયાને ૧ નંબર પરવાનાવાળા તાજીયા આપેલો છે અને ચાંદી તાજિયાનો જાણવા જેવો ઇતિહાસ પણ છે.
આ ચાંદીનો તાજિયો જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે સૈયદ પરિવારને આપ્યો છે. એવુ કહેવાય છે કે, જામ રા ખેંગારજીએ સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હતી જે પુર્ણ થતા તેઓએ ભેટ સ્વરૂપે ચાંદીનો તાજિયો બનાવી આપ્યો હતો. આ ચાંદીના તાજીયાનું વજન 190 કિલો છે. મહોરમના દિવસે આ તાજિયાના દર્શન કરવા મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજ ના લોકો ઉમટી પડે છે.
આ ચાંદીના તાજિયા પાછળ અનેક વાતો પણ પ્રચાલિત છે, જેમાં એવુ કહેવાય છે કે આ તાજિયાની માનતા રાખવાથી ધાર્યું ફળ મળે છે. એવી પણ માનતા છે કે આ ચાંદીના તાજિયાના દર્શન કરવાથી બાળકો બીમાર પડતા નથી, અથવા બાળકોની ખોટખાપણ પણ દૂર થાય છે.
મોહરમના દિવસે જામનગરમાં લાખોની જનમેદની ઉમટી પડે છે. આ દિવસે ચાંદીના તાજિયા સહિતના નાના-મોટા હજારો તાજીયા પડ માં આવે છે. જે જોવા માટે લંડન, અમેરિકા, કેનેડા, હૈદરાબાદ, દિલ્હી, મુંબઇ સહીત દૂર-દૂર થી લોકો આવે છે. એવી પણ લોકમુખે ચર્ચા છે કે એક વખત જાણીતા અભિનેતા શાહરૂખ ખાન પણ આ જામનગરના ચાંદી ના તાજિયાનું જુલુસ જોવા આવ્યા હતા