આજના આધુનિક યુગમાં લોકોનો વધુ પડતો સમય મોબાઇલમાં વ્યતિત થતો જોવા મળે છે. ત્યારે મોટા કે નાના ગમે તે હોય સતત મોબાઇલના વ્યસની બની ગયા છે. ત્યારે જામનગરમાં લાઇફ ફલીકસ વોરિયર દ્વારા બાળકો માટે મોબાઇલથી દૂર રાખવા એક ઇવેન્ટ યોજાઇ હતી.
લાઇફ ફલીકસ વોરિયર દ્વારા બાળકો અને પેરેન્ટસ માટે બાયોન્ડ કલાસરૂમ ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં ફન વોક અને મોબાઇલ એડીશન સોલ્યુશન અને અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં બાળકો અને માતા-પિતાને સમજાવાયું હતું કે, આપણે મોબાઇલના માલિક છીએ ગુલામ નહીં અને બાળકોને મોબાઇલથી દૂર રાખવા જુદી-જુદી આઉટ ડોર ગેમ્સ રમાડવામાં આવી હતી. જેમાં જુમ્બા, ગરબા, સ્પોટ એકટીવીટીસ અને ગેમ્સ રમાડવામાં આવી હતી. જેના દ્વારા બાળકોને ફ્રેન્ડસ એન્ડ ફેમેલી ટાઇમને વેલ્યુ સમજાવાઇ હતી. આશરે 300થી 350 જેટલા લોકો આ ઇવેન્ટ સાથે જોડાયા હતાં. તેમ લાઇફ કલીકસ વોરીયરના રિધ્ધીબેન મકવાણાની યાદીમાં જણાવાયું છે.