Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરનાગેશ્વરમાં સવારથી ફસાયેલાં પરિવારનું આખરે રેસ્કયુ કરાયુ

નાગેશ્વરમાં સવારથી ફસાયેલાં પરિવારનું આખરે રેસ્કયુ કરાયુ

દેવદૂત બનીને આવેલાં વાયુસેનાના હેલિકોપ્ટરે તમામ 6 વ્યકિતને કર્યા એરલિફટ

- Advertisement -

જામગરના નાગેશ્વર વિસ્તારમાં ખોડિયાર મંદિર પાસે સવારથી નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા પરિવારને મોડિ સાંજે રેસ્કયુ કરી લેવોયો છે. વાયુસેનાના હેલિકોપ્ટરે વરસાદ રોકાતા જ અહીં રેસ્કયુ ઓપરેશન હાથધરી પરિવારને બચાવી લીધો હતો. નદીના ધસમસતા પ્રવાહને કારણે જામનગર ફાયરબ્રિગેડનો સ્ટાફ કે એનડીઆરએફની ટીમ આ સ્થળે પહોંચી શકે તેમ ન હોય. હેલિકોપ્ટર મારફત એરલિફટ કરવા જીલ્લા કલેકટર દ્વારા વાયુસેનાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વાતાવરણ થોડું ક્લિયર થતાં હેલિકોપ્ટર મારફત આ પરિવારને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમ જિલ્લા કલેકટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું.

સવારથી ફસાયેલાં પરિવારના રેસ્કયુ અંગે જામ્યુકોના ચિફ ફાયર ઓફિસર કે.કે.બિશ્ર્નોયનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, નદીમાં પાણીનો પ્રવાહ ખુબ જ વેગીલો હોવાને કારણે આ સ્થળે ફાયરની ટૂકડી પહોંચી શકે તેમ નથી. આથી એનડીઆરએફને બોલાવવામાં આવતાં તેમણે પણ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અને આ પરિવારને હેલિકોપ્ટર દ્વારા ઉગારી શકાય તેમ હોવાનો રિપોર્ટ કલેકટરને આપ્યો હતો. ત્યારબાદ કલેકટરે તાત્કાલિક વાયુસેનાનો સંપર્ક કરી સવારથી ફસાયેલા પરિવારને સલામત બહાર કાઢવા પ્રયાસો શરૂ કર્યા હતાં પરંતુ બપોરે ભારે વરસાદને કારણે એરલિફટ કરી શકાયા ન હતાં. જેવો વરસાદ રોકાયો કે તુરંત વાયુસેનાના હેલિકોપ્ટરે આ સ્થળે પહોંચી જઇ પરિવારને સલામત રીતે બહાર કાઢયો હતો. 10 કલાક બાદ પાણી વચ્ચે પરિવારે આખરે રાહતનો દમ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular