Thursday, September 12, 2024
Homeરાજ્યગુજરાતરાજકોટમાં સગીરાના અપહરણ કેસમાં મદદગારોને પોલીસ છાવરતી હોવાનો પરિવારજનોનો આક્ષેપ

રાજકોટમાં સગીરાના અપહરણ કેસમાં મદદગારોને પોલીસ છાવરતી હોવાનો પરિવારજનોનો આક્ષેપ

પરિવારજનોએ ફરિયાદ વખતે જણાવેલ શંકાસ્પદ દ્વારા અપહરણ કરાયો હોવાનું પીડિતા દ્વારા ખુલ્લાસો

- Advertisement -

રાજકોટમાં સગીરાના અપહરણ કેસમાં મદદગારોને રાજકોટ યુનિવર્સિટી પોલીસ છાવરતી હોય આ અંગે કાર્યવાહી થાય તેમ માંગ ઉઠી છે અને આરોપીઓને પોલીસ વહેલીતકે કાયદાનું પાન કરાવશે કે શું ? તેમ પણ લોકમુખે ચર્ચા ઉઠી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, રાજકોટમાં આવેલ ગાંધીગ્રામ -2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાંથી ગત તા.19 જુલાઈના રોજ સગીર બાળાનું અપહરણ થયું હતું. જે અંગે કુટુંબીજનો દ્વારા ભારે શોધખોળ કરવા છતાં કોઇ પતો મળ્યો ન હતો. જેથી રાત્રિના સમયે ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હાજર સ્ટાફને આ અંગેની જાણ કરી હતી. સ્ટાફ દ્વારા મૌખિક જાણ કરવા જણાવતા પરિવારજનોએ તમામ વિગતો જણાવી હતી. ત્યારબાદ બીજા દિવસે ફરી પરિવારજનો પોલીસ સ્ટેશને જઈ આ અંગે પૂછતા કોઇ સુરાગ મળ્યો ન હોય. પરિવારજનો આ અંગે લેખિત અરજી કરી હતી. મોડી રાત્રિ સુધી બાળકીનો કોઇ પતો ન મળતા પોલીસને એફઆઈઆર લેવાનું જણાવતાં પોલીસ દ્વારા એફઆઈઆરની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં પરિવારજનો દ્વારા એક વ્યક્તિ ઉપર અપહરણ કરનારની શંકા દર્શાવી તેનું નામ અને મોબાઇલ નંબર પણ આપ્યા હતાં પરંતુ પોલીસ દ્વારા કોઇ ગંભીરતા લેવામાં આવી ન હતી.

સતત પાંચ દિવસ બાળા ગૂમ થયા અંગે પોલીસને જાણ કરવા છતા અને પરિવારજનોએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ચકકર લગાવ્યા છતાં કોઇ પરિણામ મળ્યું ન હતું. પાંચ દિવસ બાદ અપહરણ કરનારના કહેવાથી અપહરણકર્તાને ટેકો આપનાર એક શખ્સ બાળકીને તેના બીજા સંબંધીના બાજુના ગામમાં રેઢી મૂકીને જતો રહ્યો હતો. ત્યારબાદ પીડિત બાળા તેના સંબંધીને ત્યાં પહોંચી હતી. સંબંધીઓ દ્વારા આ અંગે બાળાના પરિવારજનોને જાણ કરી હતી. આથી પરિવારજનો ત્યાં દોડી જઈ બાળકીને ત્યાંથી લઇ ગાંધીગ્રામ પોલીસ સમક્ષ લઇ ગયા હતાં. ત્યારબાદ ગાંધીગ્રામ-2 પોલીસ દ્વારા પીડિતાનું નિવેદન લીધું હતું. જેમાં પીડિતાના કુટુંબીજનોએ જે વ્યક્તિ ઉપર શંકા વ્યકત કરી હતી અને પોલીસને જે નામ અને નંબર આપ્યા હતાં તે જ વ્યક્તિ દ્વારા પીડિતાનું અપહરણ કરાયુંનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. આથી પોલીસ દ્વારા જો આ અંગે ગંભીરતા દાખવી હોત તો બાળા અપહરણ કરનારની ચુંગલમાંથી વહેલી છૂટી ગઈ હોત, આથી પોલીસ અપહરણકર્તાને છાવરતી હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો છે. આથી આ અંગે અનેક તર્ક-વિતર્ક અને પ્રશ્નો ઉઠયા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular