Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી 11 લાખની રોકડ ચોરીમાં પીપળિયાનો શખ્સ ઝડપાયો - VIDEO

જામનગર શહેરમાંથી 11 લાખની રોકડ ચોરીમાં પીપળિયાનો શખ્સ ઝડપાયો – VIDEO

એલસીબીની ટીમે સીસીટીવી ફુટેજ અને બાતમીના આધારે સમર્પણ સર્કલ પાસેથી દબોચ્યો : 11 લાખની રોકડ રકમ કબ્જે કરાઈ : તસ્કર અગાઉ પણ ચોરીમાં ઝડપાયો હતો

- Advertisement -

જામનગર શહેરમાં વી માર્ટ પાછળ આવેલી આરાધના સોસાયટીમાં રહેતાં વેપારી વૃદ્ધના પાંચ દિવસ બંધ રહેલા મકાનમાં અજાણ્યા તસ્કરોએ રૂા.11 લાખની રોકડની ચોરી કરી ગયાના બનાવમાં એલસીબીની ટીમે રૂા.11 લાખની રોકડ રકમ સાથે દ્વારકાના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં વી માર્ટ પાછળ આવેલી આરાધના સોસાયટીમાં રહેતાં રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલીયા નામના વૃદ્ધ અને શિવમ પેટ્રોલ પમ્પના માલિક તેના પરિવાર સાથે સાતમ-આઠમના તહેવાર દરમિયાન ગોવા ફરવા ગયા હતાં અને તા.26 થી તા.31 ઓગસ્ટ સુધી બંધ રહેલાં મકાનને અજાણ્યા તસ્કરોએ ટાર્ગેટ બનાવી મકાનના તાળા તોડી કબાટમાં રાખેલી રૂા.200 ના દરની 25 નોટ તેમજ 100 ના દરની 1250 નોટ તથા રૂા.50 ના દરની 2200 નોટ, રૂા.20 ના દરની 2500 નોટ અને અને રૂા.500 ના દરની 1620 નોટ મળી કુલ રૂા.11 લાખ રોકડા ચોરી કરી ગયા હતાં. ત્યારબાદ બહારગામથી પરત ફરેલા વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી જી રાજ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ 11 લાખની રોકડ રકમ ચોરીનો ગુનો નોંધી ગુનાશોધક શ્ર્વાન તથા એફએસએલની મદદ વડે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે, માતબર રકમની ચોરીમાં બંગલામાં મળેલી સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તસ્કરને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

દરમિયાન એલસીબીના દીલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે અગાઉ પણ ઘરફોડ ચોરીમાં પકડાયેલ તસ્કરની સંડોવણી હોવાથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે જામનગર શહેરમાં સમર્પણ સર્કલ નજીકથી લખમણ માંડણ અશ્ર્વાર (ઉ.વ.36 રહે. પીપરીયા, તા. જામખંભાળિયા) નામના શખ્સને દબોચી લઇ તેની પાસે રહેલા રૂા.11 લાખની રોકડ રકમ ભરેલો થેલો કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં રમેશભાઈના મકાનમાંથી ચોરી આચરી હોવાની કેફિયત આપી હતી તેમજ અગાઉ લખમણ સિટી સી ડીવીઝનની બે ચોરીઓમાં સંડોવાયેલો હતો. અને ત્રણ વર્ષ પહેલાં લખમણ રમેશભાઈના નવા મકાનમાં મજૂરી કામ કરતો હતો. તે દરમિયાન મકાનમાં રોકડ રકમ રાખતા હોવાનું ધ્યાનમાં હોવાથી મકાન માલિક બહાર ગામ ગયા હતાં તે દરમિયાન કાચની સેકશનબારી ખોલી ચોરી આચરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular