Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતઈ.વી.એમ. બાબતે સોશિયલ મીડિયામાં ફરતા ખોટા ૫ત્રને ચૂંટણી પંચ દ્વારા રદિયો

ઈ.વી.એમ. બાબતે સોશિયલ મીડિયામાં ફરતા ખોટા ૫ત્રને ચૂંટણી પંચ દ્વારા રદિયો

ફેક ન્યુઝ ફેલાવનાર સંબંધિતો સામે જરૂરી પોલીસ તપાસ કરી સખ્ત પગલા ભરવા આદેશો અપાયાં

- Advertisement -

મુખ્ય નિર્વાચન અધિકારીના પત્ર મુજબ સોશિયલ મીડિયામાં ફરતાં ખોટા(fake) ૫ત્રને રદિયો આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સોશિયલ મિડીયામાં ભારતના ચૂંટણી પંચના નામે એક ખોટો (fake) પત્ર ફરતો હોવાનું ધ્યાને આવેલ છે. જેમાં EVM રાખવાના મતદાન મથકો, જમા કરવાની જગ્યા તથા મતગણતરી કરવાના સ્થળથી અમુક વિસ્તાર સુધીમાં ઈન્ટરનેટ સુવિધા ફરજીયાતપણે બંધ કરવા તેમજ સ્પેશિફીક કંપનીની ટેલિકોમ સર્વિસ બંધ કરવાની માહિતી દર્શાવેલ છે. જે તદન આધાર વિનાની, ખોટી તેમજ ઉપજાવી કાઢેલ બાબત છે.

- Advertisement -

મુખ્ય નિર્વાચન અધિકારીના ઉકત પત્રથી સ્પષ્ટતા થઈ આવેલ છે કે, સોશિયલ મીડીયામાં Election Commission of Indiaના નામથી ફરતો પત્ર બનાવટી છે. તેમજ ઈવીએમ મશીનએ Standalone મશીન છે. તેમાં ઈન્ટરનેટથી કોઈપણ પ્રકારની connectivity થઈ શકતી નથી. જેની જામનગરની જાહેર જનતાને જણાવવામાં આવે છે.

વધુમાં, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જામનગર દ્વારા આવો કોઈ બનાવટી પત્ર સોશિયલ મીડીમામાં ફોરવર્ડ ન કરવા તેમજ આવા બીજા કોઈ આધારવિહોણા પત્ર ધ્યાને આવ્યે પ્રથમ સંબંધિત કચેરીનો સંપર્ક કરી, તેની યથાર્થતા ચકાસવા અનુરોધ કરાયો છે. આ માટે સંબંધિતો સામે જરૂરી પોલીસ તપાસ કરવા તેમજ સખ્ત પગલા ભરવા પણ જરૂરી આદેશો આપવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular