Saturday, March 15, 2025
Homeરાજ્યજામનગરમાર્ચ-2021માં તમામ દિવસોમાં જામ્યુકોની મિલ્કતવેરા શાખા ચાલુ રાખવા નિર્ણય

માર્ચ-2021માં તમામ દિવસોમાં જામ્યુકોની મિલ્કતવેરા શાખા ચાલુ રાખવા નિર્ણય

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનાના હવે પછીના તમામ દિવસોમાં ચાલુ નાણાકીય વર્ષના મિલ્કતવેરા તથા પાણીચાર્જ માટે મિલ્કતવેરા શાખા ચાલુ રાખવા નિર્ણય કરાયો છે. આથી શહેરીજનોને મિલ્કતવેરો તથા પાણીચાર્જ ભરવા માટે જામ્યુકોના આસી. કમિશનર (ટેક્સ) દ્વારા મિલ્કતવેરો ભરવા યાદી જણાવે છે.

- Advertisement -

ચાલુ નાણાકીય વર્ષ 2020-21 પૂર્ણ થવામા હોય, ચાલુ નાણાકીય વર્ષનો મિલકત વેરો – પાણી ચાર્જ ભરપાઈ કરવાનો બાકી રહેલ હોય તેવા તમામ મિલકતધારકો માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ માસ મહે માર્ચ-2021ના હવે પછીના તમામ દિવસોમાં (29/3/2021ના ધૂળેટીની જાહેર રજા સિવાય) મિલકત વેરા શાખા ચાલુ રહેશે.

મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમ જામનગર મહાનગરપાલિકાનાં મુખ્ય કેશ કલેકશન વિભાગ, સરૂ સેકશન / રણજીતનગર / ગુલાબનગર સીટી સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરી શકાશે તથા એચ.ડી.એફ.સી. / નવાનગર કો-ઓપરેટીવ બેંક / આઇ.ડી.બી.આઇ. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓમાં તેમજ મોબાઈલ ટેક્સ કલેક્શન વેનમાં પણ ભરપાઇ કરી શકાશે. તદઉપરાંત, મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પરથી પણ પોતાનો વેરો ઓનલાઇન ભરપાઇ કરી શકાશે. ઓનલાઇન પેમેન્ટમાં વધારાનાં ર% ડીસ્કાઉન્ટ (વધુમાં વઘુ રૂ.250/-)નો લાભ મળશે.

- Advertisement -

તા.31/3/2006 સુધીની બાકી રકમ ઉપર 100% અને ત્યારબાદની બાકી રકમ ઉપર 33% વ્યાજમાફીનો લાભ મેળવી બાકી રહેતો મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમ ભારપાઈ કરવા જામ્યુકોની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular