કોંગે્રસ કાર્ય સમિતિની બેઠક સોમવારે યોજાશે. જેમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીના પરિણામો પર મંથન કરવામાં આવશે. પાર્ટી સૂત્રોએ આ જાણકારી આપી. આસામ અને કેરળમાં સત્તા પછી મેળવવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો. તો પશ્ર્ચિમ બંગાળમાં તેનું ખાતુ પણ ન ખુલ્લી શકયું.
પુડુચેરીમાં પણ તેની કારમી હારનો સામનો કરવો પડયો કે જ્યાં થોડા મહિના સુધી તે સત્તામાં હતી. તમિલનાડુમાં તેના માટે રાહતની વાત રહી કે, દ્રમુકની આગેવાની વાળા તેના ગઠબંધનને જીત મળી. આ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીના પ્રદર્શનને ‘નિરાશાજનક’ જણાવતા કહ્યું કે, આ હારથી બોધપાઠ લેવાની જરૂર છે.
તેમણે કોંગે્રસની ચૂંટણીમાં હારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, સૌથી કમનસીબ વાત એ છે કે, બધા રાજ્યોમાં અમારું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને હું એ કહી શકું કે તે અપેક્ષિત ન હતું. સોનિયાએ કહ્યું કે, ચૂંટણીના પરિણામોની સમીક્ષા માટે ટૂંકમાં જ સીડબલ્યુસીની બેઠક થશે. પરંતુ એ કહેવું પડશે કે એક પાર્ટી તરીકે સામૂહિક રીતે અમારે પૂરી વિનમ્રતા તેમજ પ્રામાણિકતાની સાથે આ ઝટકામાંથી યોગ્ય શીખ લેવી જોઇએ.