Thursday, April 18, 2024
Homeરાજ્યગુજરાતસ્વામી છ જિલ્લામાંથી તડીપાર થશે !

સ્વામી છ જિલ્લામાંથી તડીપાર થશે !

ગઢડા સ્વામીના ગોપીનાથજી દેવ મંદિરનું પ્રકરણ

- Advertisement -

ગઢડા સ્વામીના ગોપીનાથજી દેવ મંદિર પ્રકરણે વધુ એક વિવાદનો મધપુડો છંછેડાયો છે ત્યારે એસ.પી. સ્વામીને છ જિલ્લામાંથી તડીપાર શા માટે ના કરવા તેવી બોટાદ નાયબ કલેકટર દ્વારા કારણદર્શક નોટીસ મોકલાઇ છે. ઉલ્લેખનીય છે કે, દેવપક્ષના લોકોની ચૂંટણીમાં રૂપિયા વાપરવા બાબતની ચર્ચાનો વિડિયો વાયરલ થયો હતો. આ મુદ્દે એસ.પી. સ્વામી સહિતના સામે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

તાજેતરમાં દેવપક્ષના વહિવટકર્તાઓ દ્વારા ઓફિસમાં કરવામાં આવતી આંતરીક ચર્ચાઓના વિડીયો ફૂટેજ મેળવીને સતત વાયરલ કરી આચાર્ય પક્ષ તરફથી લોકો સમક્ષ દેવપક્ષની નીતિરીતિ ખુલ્લી પાડવામાં આવતા દેવપક્ષના નાકે દમ લાવી દીધો છે ત્યારે મંદિરની ઓફિસમાં દેવપક્ષના ટ્રસ્ટીઓ, સાધુઓ તરફથી ચૂંટણીમાં વાપરવામાં આવેલા રૂપિયા અને થયેલા ખર્ચની રકમ કેવી રીતિ કાઢવી સહિત લાખો રૂપિયાની વાતોનો વધુ એક વિડીયો વાયરલ થતાં ચકચાર ફેલાય છે. આ મુદ્દે આચાર્ય પક્ષના એસ.પી. સ્વામી સહિત પોલીસ ફરિયાદ પણ નોંધાવા પામેલ છે. આ બાબતે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગઢડા ગોપીનાથજી મંદિરના એસ.પી. સ્વામીની મુશ્કેલીમાં વધારો થયો છે, ભૂતકાળમાં એસ.પી. સ્વામી અને ડી.વાય.એસ.પી.ના વિવાદને લઇને ગઢડા અને સ્વામી રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. આ ઘટનાઓ બાદ પણ નાના મોટા વિવાદો સામે આવતા રહ્યા છે. વહીવટી તંત્રના વધુ એક નિર્ણયને લઇને બોટાદ અને એસ.પી. સ્વામી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એસ.પી. સ્વામીના 21 કરોડના ભ્રષ્ટાચારને નકારી આચાર્ય પક્ષ દ્વારા ગેરકાયદેસર રીતે સત્તા પરિવર્તનની વાત તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સમાં કરાઇ હતી. ત્યાર બાદ આ વિવાદમાં સ્થાનિક ડી.વાય.એસ.પી. પણ સપડાયા હતા. ત્યારથી ગઢડા રાજ્યભરમાં ટોકિંગ પોઇન્ટ બની ગયું હતું. છેલ્લા છ માસના સમીકરણો હજુ ચર્ચામાં જ છે ત્યાં વધુ એક વિડીયો વાયરલ અને પોલીસ ફરિયાદ ઉપરાંત બોટાદ નાયબ કલેકટર દ્વારા એસ.પી. સ્વામી સામે તડીપારના પગલાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં એસ.પી. સ્વામીને બોટાદ ઉપરાંત જિલ્લાને સ્પર્શતા અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ સહિત 6 જિલ્લાઓમાં પ્રવેશબંધી કેમ ન કરવી, એવી કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે. આ નોટીસ અંતર્ગત તંત્ર દ્વારા એસ.પી. સ્વામીને 25 માર્ચ સુધીમાં શા માટે તડીપાર ન કરવા તેનો જવાબ આપવા નોટીસ ફટકારી છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગ બદલ તેમજ 2007માં રોડ વિવાદનો નોટીસમાં ઉલ્લેખ કરાયો હોવાનું એસ.પી. સ્વામીએ જણાવ્યું છે, વધુમાં હાઇકોર્ટમાં મંદિર મામલે ચાલતા કેસમાં ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ દ્વારા કેસ પાછા ખેંચવા દબાણ કરવામાં આવતું હોવાનો અને સિધ્ધાંતની લડાઇમાં પહોંચી નહી શકતા પોલીસ સહિત ષડયંત્ર રચી ખોટી ફરિયાદો કરવામાં ચાલતી હોવાનો પણ એસ.પી. સ્વામીએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત એફ.આઇ.આર. મામલે સી.બી.આઇ. તપાસ થાય તેવી એસ.પી. સ્વામીએ માંગ કરી છે. કથિત વિડીયો વાયરલ મુદ્દે ગઢડા પોલીસમાં નોંધવામાં આવેલી ફરીયાદમાં ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં છેલ્લા દોઢેક વર્ષથી વહીવટી બોર્ડના કાર્યરત ચેરમેન શાસ્ત્રી સ્વામી હરજીવનદાસ ગુરૂ ભાનુપ્રકાશદાસ તરફથી ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આચાર્ય પક્ષના સત્યપ્રકાશ સ્વામી ઉર્ફે એસ.પી. સ્વામીએ મંદિરની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે પોતાની મંજૂરી લીધા વગર કે જાણ બહાર ગોપીનાથજી મંદિરમાં આવેલી વહીવટી ઓફિસમાં ગત્ તારીખ 6-12ના રોજ બનેલા બનાવના સીસીટીવી ફૂટેજની ચોરી કરી, કરાવી મેળવી લઇ ગેરકાયદેસર રીતે સાચવી તેમાં સુધારા- વધારા કરી કથિત ઓડિયો વિડીયો બનાવી 6 ડિસેમ્બર 2021થી આજ દિવસ સુધી સોશિયલ મીડિયા સહિતના અલગ અલગ પ્રચાર-પ્રસારના માધ્યમોમાં ફરતા કર્યા હતા. જ્યારે સીસીટીવી કેમેરા અને મોનીટરીંગ મેન્ટેનન્સનું કામ સંભાળતા હરપાલ નંદરામરામ લશ્કરી રહે લાખણકા તાલુકો ગઢડા ગામના શખસે મંદિરમાં કામ કરતો હોવા છતાં સીસીટીવી કેમેરા ફૂટેજ લીક કર્યા હતા, જે ફૂટેજ એસ.પી. સ્વામીએ મેળપીપણુ કરી ગુનો કરવા બાબત આઇ.પી.સી. 379, 408, 500, 501, 114, આઇ.ટી.એકટ 66,43 (એ), 43 (બી) અને 66 મુજબ એસ.પી. સ્વામી તથા હરપાલ નંદરામ લશ્કરી વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular