જામનગરમાં આવેલી પી.જી.હોસ્ટેલમાં રહેતો અને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં રાજકોટના રેસીડન્ટ તબીબે તેના રૂમમાં આત્મહત્યા કર્યાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી.
બનાવની વિગત મુજબ રાજકોટમાં રહેતો અને જામનગરમાં એનેસ્થેસિયાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો મોલિક પીઠીયા (ઉ.વ.26)નામના રેસીડન્ટ તબીબે આજે સાંજે તેના પી.જી.હોસ્ટેલના રૂમ નં.608માં આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતાં હોસ્ટેલના સ્ટાફ સહિત તબીબ વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતાં. આ અંગેની જાણને આધારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી વધુ તપાસ હાથધરી હતી.