જામનગર શહેરમાં બેંકની લોનના હપ્તા ન ભરી શકતા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રોઝી પેટ્રોલપંપ સામે આવેલ શાંતિહાર્મોની એપાર્ટમેન્ટમાં ફલેટ નંબર 1001 માં રહેતા રાજેશભાઈ મોતીરામ ખન્ના (ઉ.વ.46) એ બેંકની લોન લીધી હોય, લોનના હપ્તા ભરી ન શકતા બેંક તરફથી નોટિસ આવી હતી જેને લઇ ટેન્શનમાં આવી જતાં તા.17 ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જી. જી. હોસ્પિટલના ડો. રાજેશ એ પોલીસને જાણ કરતા સિટી સી ના પીઆઈ એમ.વી. દવે સહિતના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.