Thursday, December 7, 2023

26 V/S 38

બેગલુરૂમાં વિપક્ષી જમાવડા સામે દિલ્હીમાં આજે એનડીએનું શકિત પ્રદર્શન : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએની બેઠકની કરશે અધ્યક્ષતા : એકનાથ શિંદે અને અજીત પવાર પણ ઉપસ્થિત રહેશે : વિપક્ષીદળો કરતાં એનડીએ પાસે 12 પક્ષો વધારે

- Advertisement -

આગામી લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને હરાવવા માટે બેંગલુરૂમાં 26 વિપક્ષો એક થયા છે. ગઇકાલથી શરૂ થયેલાં વિપક્ષના જમાવડામાં ગઇકાલે 24 રાજકીય પાર્ટીઓના નેતાઓ પહોંચ્યા હતા. ત્યારે શરદ પવાર આજે આ બેઠકમાં ભાગ લેશે. બીજી તરફ વિપક્ષી એકતાને જડબાતોડ જવાબ આપવા માટે દિલ્હીમાં આજે એનડીએની બેઠક પણ યોજવામાં આવી છે. જેમાં 38 પાર્ટીઓ ભાગ લેશે. આ સંખ્યા વિપક્ષની 26 પાર્ટીઓ કરતાં 12 વધુ છે. લોકસભા પહેલાં સત્તાપક્ષ અને વિપક્ષ બળાબળના પારખા કરવા માટે સજ્જ થયા છે. એનડીએની બેઠક દ્વારા વિપક્ષ કરતાં સત્તા પક્ષ વધુ મજબૂત હોવાનું પ્રસ્થાપિત કરવામાં આવશે.

- Advertisement -

ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના સહયોગી દળોની બેઠક બોલાવી છે. આમાં 38 પાર્ટીઓ ભાગ લેશે. આ સંખ્યા વિપક્ષની એકતા કરતા 12 વધુ છે. બીજી તરફ, બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીઓની એકતા બેઠકનો આજે બીજો દિવસ છે. આમાં 26 પાર્ટીઓ ભાગ લઈ રહી છે. એનડીએની બેઠકને વિપક્ષની એકતા સામે તાકાતના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. એનડીએના 38 પક્ષોમાંથી 13 પક્ષો એવા છે જેમની પાસે લોકસભામાં એક પણ બેઠક નથી.

સોમવારે બેઠક વિશે માહિતી આપતાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ યુપીએ ગઠબંધનને ભાનુમતીનું કુળ ગણાવ્યું અને કહ્યું- તેમની પાસે કોઈ નેતા નથી, કોઈ ઈરાદો નથી, કોઈ નીતિ નથી અને નિર્ણય લેવાની શક્તિ નથી. આ ભ્રષ્ટાચાર અને કૌભાંડોનું ટોળું છે.એનડીએની બેઠક સાંજે 5 વાગ્યાથી દિલ્હીની અશોકા હોટલમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકની અધ્યક્ષતા કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં એનડીએના જુના સહયોગીઓ અલગ થઈ ગયા છે. તેમાં કર્ણાટકમાં જનતા દળ (યુનાઇટેડ), મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો સમાવેશ થાય છે. જો કે, એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની આગેવાનીવાળી એનસીપી, ઉત્તર પ્રદેશમાં ઓપી રાજભરની સુભાસપા, બિહારમાં જીતન રામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ ભાજપ સાથે હાથ મિલાવ્યા છે.

- Advertisement -

એકનાથ શિંદે અને અજિત પવાર પહેલીવાર મહારાષ્ટ્રમાંથી એનડીએની બેઠકમાં ભાગ લેશે. ગયા વર્ષે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. તેઓ રાજ્યના સીએમ પણ છે. તે જ મહિનામાં એનસીપીમાં બળવો થયો અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર પાર્ટીથી અલગ થઈ ગયા અને 8 અન્ય ધારાસભ્યો સાથે ભાજપ-શિવસેના સાથે સરકારમાં જોડાયા. અજિત પવાર રાજ્યના નાણામંત્રી પણ છે. આ સિવાય પૂર્વોત્તર રાજ્યોના કેટલાક નાના પક્ષો પણ ગઉઅની બેઠકમાં ભાગ લઈ શકે છે. જેમાં ત્રિપુરાના ટીપરા મોથા પાર્ટીના પ્રદોત્ય વિક્રમ માણિક દેવ વર્માનો સમાવેશ થાય છે. ચિરાગ પાસવાન પિતા રામવિલાસના એકમાત્ર અનુગામી તરીકે જોડાશે. બીજેપી ચિરાગ દ્વારા લોકસભા ચૂંટણીમાં બિહારના 4.5% દુસાધ અને પાસવાનને મદદ કરવાનો પ્રયાસ કરશે. ભાજપને આશા છે કે હિન્દુસ્તાની આવામ મોરચાના જીતન રામ માંઝીના જોડાવાથી મહાદલિતોના મત પણ તેમના પક્ષમાં આવી શકે છે. વિકાસશીલ ઇન્સાન પાર્ટીના મુકેશ સાહનીના આવવાથી બોટમેન, માછીમારો અને ખેડૂતોના મત ભાજપની તરફેણમાં આવી શકે છે.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે દાવો કર્યો હતો કે એનડીએની બેઠકમાં 38 પાર્ટીઓ ભાગ લેશે. પરંતુ અત્યાર સુધીમાં 23 પક્ષોના નામ સામે આવ્યા છે. આ નામો છે- અઈંઅઉખઊં, શિવસેના (એકનાથ શિંદે જૂથ), નેશનલ પીપલ્સ પાર્ટી, નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, સિક્કિમ ક્રાંતિકારી મોરચા, જનનાયક જનતા પાર્ટી, ઈન્ડિયા મક્કલ કાલવી મુનેત્ર કઝગમ, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન, રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયા, અને મિઝો નેશનલ ફ્રન્ટ. આ ઉપરાંત, તમિલ મનિલા કોંગ્રેસ, ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા, બોડો પીપલ્સ પાર્ટી, પાટલી મક્કલ કચ્છી, મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી, અપના દળ, આસામ ગણ પરિષદ, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી, યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ, ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ પુડુચેરી, શિરોમણી અકાલી. દલ યુનાઈટેડ (ધીંડસા) અને જનસેના (પવન કલ્યાણ).

- Advertisement -

મોદીએ વિપક્ષના મેળાવડાને કટ્ટર ભ્રષ્ટાચારી સંમેલન ગણાવ્યું : બેગલુરૂમાં યોજાઇ રહેલાં વિપક્ષી સંમેલન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીધો પ્રહાર કર્યો છે. પોર્ટ બ્લેયર વીરસાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટન નવા ટર્મીનલનું ઉદઘાટન કરતાં પોતાના ઉદબોધનમાં પ્રધાનમંત્રીએ વિપક્ષના મેળાવડા અંગે જણાવ્યું હતું કે, આ કટ્ટર ભષ્ટાચારી સંમેલન છે. તેમણે કહ્યું કે, લેબલ કંઇક જુદું છે અને અંદર માલ જુદો છે. તેમને કહયું કે કેટલાક લોકો ભારતની દુર્દશાની દુકાન ખોલીને બેસી ગયા છે. આ લોકો અપ્રમાણિકતાની કોન્ફરન્સ કરી રહયા છે. છેતરપિંડી કરનારાઓને માન આપી રહયા છે. જયારે જેલમાં જતા લોકોને વિશેષ સન્માન આપવામાં આવે છે. પ્રધાનમંત્રીએ આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, આ લોકો પરિવાર માટે ભ્રષ્ટાચાર વધારી રહયા છે. કેટલાક લોકોએ પોતાના માટે દુકાન ખોલી છે, તો કેટલાક ચૂંટણી માટે મેળાવડામાં ભાઇભત્રીજાનો વિકાસ અગ્રેસર છે.

વિપક્ષની એકતા પર શરદ પવારે વ્યકત કરી શંકા : આજે સતત બીજા દિવસે બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, શરદ પવાર આજે બીજા દિવસે બેઠકનો ભાગ બનશે. આ દરમિયાન તાજેતરના ઈન્ટરવ્યુમાં શરદ પવારે વિપક્ષની એકતા પર શંકા વ્યક્ત કરી છે. તેને કહ્યું કે, ઘણી ’સમસ્યાઓ છે, જેને અવગણી શકાય નહીં’. અહેવાલ છે કે, 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષ લગભગ 26 પાર્ટીઓ મંથન કરવા જઈ રહી છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું વિપક્ષી એકતા વાસ્તવિકતા બની શકે છે? તેના પર પવારે કહ્યું કે, દરેકને લાગે છે કે દેશના હિત માટે તમામ વિપક્ષી દળોએ સાથે આવવું પડશે, પરંતુ આપણે એ પણ સમજવું પડશે કે વિપક્ષી એકતા સરળ નથી. અમને ખ્યાલ છે કે જો ભાજપને હરાવવા હોય તો આપણે એક થવું પડશે. આમાં કેટલીક સમસ્યાઓ છે, જેને અવગણી શકાય નહીં.પવારે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં, ઉદાહરણ તરીકે, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ રાજકીય વિરોધી છે. કેરળમાં ડાબેરીઓ અને કોંગ્રેસ વિરોધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular