Friday, March 29, 2024
Homeરાજ્યસુરેન્દ્રનગર રેલવે યાર્ડમાં એન્જિનિયરિંગ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર

સુરેન્દ્રનગર રેલવે યાર્ડમાં એન્જિનિયરિંગ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર

તા. 8ના રોજ રદ્ કરાયેલી ટ્રેનોની યાદી

- Advertisement -

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર યાર્ડમાં એન્જિનિયરિંગના કામ માટે તા. 8મી મે, 2023ના રોજ બ્લોક લેવામાં આવશે. જેના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર તા. 8-5-23 સોમવારના રોજ રદ્ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 09572 ભાવનગર-સુરેન્દ્રનગર, ટ્રેન નંબર 09503 સુરેન્દ્રનગર-ભાવનગર રદ, ટ્રેન નંબર 09359 બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ, ટ્રેન નંબર 09360 ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ, ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી, ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી, વઢવાણ સિટી સ્ટેશન સુધી જાવા વાડી ટ્રેનો: ટ્રેન નંબર 09534 (ભાવનગર-સુરેન્દ્રનગર) ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી વઢવાણ સિટી સ્ટેશન સુધી દોડશે, ટ્રેન નંબર 09527 (સુરેન્દ્રનગર-ભાવનગર) વઢવાણ સિટી સ્ટેશનથી દોડશે. આ રીતે આ ટ્રેન વઢવાણ શહેરથી શરૂ થઈને ભાવનગર સુધી દોડશે.

- Advertisement -

માર્ગમાં મોડી થનાર ટ્રેનો: તા. 7.5.2023ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-જામનગર સુપર ફાસ્ટ એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ મોડી થશે, તા. 8ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે, તા. 8ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે, તા. 8ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ માર્ગમાં રૂટ 50 મિનિટ મોડી થશે.

તા. 8ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ મોડી થશે, તા. 8ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે ૂૂૂ. યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular