Sunday, May 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર આજુબાજુના વિસ્તારોના પ્રાશ્નો અંગે બેઠક યોજાઇ

જામનગર આજુબાજુના વિસ્તારોના પ્રાશ્નો અંગે બેઠક યોજાઇ

કૃષિમંત્રી રાઘવજી પટેલે વોટર વર્કસના કામો અંગે કરી તાકિદ

- Advertisement -

જામનગર શહેર અને જાડા હેઠળના વિસ્તારોને પાણી સહિતના પ્રાશ્નો અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જામનગર મહાપાલિકા અને જાડાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં વોટર સપ્લાયના કામો અંગે તાકિદ કરવામાં આવી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, કમિશનર દિનેશચંદ્ર મોદી, નાયબ કમિશનર ભાવેશ જાની, આસિ. કમિશનર કોમલ પટેલ, જાડાના કારોબારી અધિકારી સહિતના કોર્પોરેશનના અને જાડાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

આ બેઠકમાં જામનગર શહેર આસપાસના વિસ્તારો ખાસ કરીને જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક હેઠળ આવતાં વિસ્તારોમાં પાણી અને ગટરની સમસ્યાઓના ઉકેલ માટે ચર્ચા કરવામાં આવી હતી. વોટર સપ્લાયના કામમો તાત્કાલિક હાથ કરવામાં આવે તે અંગે પણ અધિકારીઓને મંત્રી દ્વારા તાકિદ કરવામાં આવી હતી. જામ્યુકો અને જાડા દ્વારા હાથ ધરવામાં આવતાં કામો વચ્ચે સંકલન જળવાઇ રહે તે માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા હતાં.આગામી ચોમાસા પહેલા શહેરના બહારના વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્ર્નો અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular