Thursday, April 30, 2026
Homeરાજ્યજામનગરનવા બની રહેલા બંગલાઓને ટાર્ગેટ બનાવતા તસ્કરો

નવા બની રહેલા બંગલાઓને ટાર્ગેટ બનાવતા તસ્કરો

જામનગર શહેરની જયંત સોસાયટીમાં નવા બનતા બંગલામાંથી તસ્કરો ઇલેકટ્રીક કેબલના 11 બંડલ ચોરી કરી ગયા હતા. તેમજ સરૂ સેકશન રોડથી પેલેસ રોડ ઉપર બની રહેલા નવા બની રહેલા મકાનમાંથી તસ્કરો ઇલેકટ્રીક વાયરના 15 બંડલ ચોરી કરી ગયા હતા.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરની જયંત સોસાયટી વિસ્તારમાં નવા બની રહેલા બંગલામાંથી ગત્ માર્ચ માસમાં અજાણી તસ્કર ટોળકીએ ઉપરના માળે આવેલા રૂમના દરવાજાનો નકૂચો તોડી રૂમમાંથી રૂા. 34,100ની કિંમતના 11 ઇલેકટ્રીક કેલબના બંડલ ચોરી કરી ગયાની હાજાભાઇ કરમુર દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. તેમજ બીજો બનાવ જામનગર શહેરના સરૂ સેકશન રોડથી પેલેસ રોડ પર નવા બની રહેલા અંકિતભાઇ વાડોલિયાના બનાવમાં ગત્ તા. 15 એપ્રિલના રોજ અજાણ્યા તસ્કરોએ ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા રૂમમાં રૂા. 67,500ની કિંમતના ઇલેકટ્રીક કેબલના 15 બંડલ ચોરી કરી ગયા હતા. આ બન્ને ચોરીના બનાવ અંગે પીએસઆ એસ. જી. કેશાવાલા તથા સ્ટાફએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular