જામનગર શહેરના રામેશ્વરનગરમાં રહેતો યુવાન નવા મકાનના ત્રીજા માળે સ્લેબનું કામ કરતાં સમયે અકસ્માતે પગ લપસી જતા રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચવાથી મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં માટેલ ચોક, ક્રિષ્ના પાર્કની શેરી નંબર ત્રણમાં રહેતા રમેશભાઇ ઉકાભાઇ ફટાણિયા (ઉ.વ. 46) નામના કુંભાર યુવાન બુધવારે બપોરના સમયે નવા બની રહેલા મકાનના ત્રીજા માળે સ્લેબનું કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે પગ લપસતા ત્રીજા માળેથી નીચે રોડ પર પટકાતા માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવની બંસીલભાઇ દ્વારા જાણ કરાતા પો.કો. પી. ટી. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.


