Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સ્વામિનારાયણ ટાઉનશીપમાં બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા

જામનગરમાં સ્વામિનારાયણ ટાઉનશીપમાં બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા

એક મકાનમાંથી કપડા, રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિત રૂા.62 હજારના સામાનની ચોરી : અન્ય બંધ મકાનમાંથી રોકડ રકમ, ચાંદીના દાગીના સહિત કુલ રૂા. 79 હજારની માલમતાની ચોરી : પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગરના જીઆઇડીસી ફેસ -3 ની સામે સ્વામિનારાણય ટાઉનશીપમાં બે મકાનોમાંથી કપડા રોકડ તથા સોનાના દાગીના સહિત કુલ રૂા. 1,41,000 ના માલમતાની ચોરી થયા અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે સિટી સી ડીવીઝન પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જીઆઈડીસી ફેસ-3ની સામે સ્વામીનારાયણ ટાઉનશીપમાં રહેતા નરેન્દ્રસિંહ ગુલાબસિંહ જેઠવાના બંધ મકાનમાંથી તા.3 એપ્રિલના સવારે 10:00 વાગ્યથી 14 એપ્રિલના રાત્રિના 12:30 વાગ્યા સુધીના સમય દરમિયાન રૂા. 20 હજારની કિંમતની 30 થી 40 નંગ સાડી, રૂા. 2000/-ની રોકડ રકમ, રૂા. 3000/-ની ઈમીટેશન જ્વેલરી, રૂા.4000/-ની કિંમતની ત્રણ નંગ ઘડિયાર, રૂા. 2000/-ની કિંમતની ચાંદીની પરચૂરણ વસ્તુ, રૂા. 30000/-ની કિંમતની સોનાની બુટીની જોડ, રૂા. 500/- ની કિંમતનો એક નંગ શૂટ, રૂા.500/-ની કિંમતનું લેડીસ પર્સ સહિત રૂા. 62 હજારની કિંમતની માલમતાની ચોરી થયા અંગે નરેન્દ્રસિંહ દ્વારા સિટી સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ ઉપરાંત હેમેન્દ્રભાઈ વશરામભાઇ કણઝારીયાના બંધ મકાનમાંથી રૂા. 10,000ની રોકડ રકમ અને રૂા. 3000 ની કિંમતની ચાંદીની વસ્તુ તથા રૂા. 4000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.79,000ની માલમતાની ચોરી કરી થયા અંગેની ફરિયાદ નોંધાવતા સિટી સી ના પીએસઆઈ એસ.એમ. સિસોદીયા દ્વારા અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular