Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરદારૂના કેસમાં પાંચ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

દારૂના કેસમાં પાંચ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

જામનગર સિટી સી ડીવીઝનમાં નોંધાયેલ દારૂના કેસમાં પાંચ વર્ષથી ફરાર આરોપીને જામનગર એસઓજી એ ગુલાબનગર મોહનનગર આવાસ પાસેથી ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના સિટી સી ડીવીઝનમાં દિપક જયચંદ મહેતા વિરૂધ્ધ પ્રોહિબીશનનો કેસ નોંધાયો હતો. જેમાં આરોપી પાંચ વર્ષથી નાસતો ફરતો હોય. આ દરમિયાન હાલમાં ગુલાબનગર મોહનનગર આવાસના મેઈન ગેઈટ પાસે ઉભો હોવાની એસઓજીના તોસિફભાઈ તાયાણી તથા રમેશભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા દિપક જયચંદ મહેતાને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સિટી સી પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular