Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરમોટી બાણુંગાર ગામના પાટીયા પાસે બે બાઈક અથડાતા યુવાનને ઈજા

મોટી બાણુંગાર ગામના પાટીયા પાસે બે બાઈક અથડાતા યુવાનને ઈજા

- Advertisement -

મોટી બાણુંગાર ગામના પાટીયા પાસે બે મોટરસાઇકલ અથડાતા યુવાનને ઈજાઓ પહોંચી હતી. આ અંગે ગઈકાલે રમેશભાઇ દ્વારા મોટરસાઈકલ ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં રહેતાં અને પ્લમ્બીંગનું કામ કરતાં રમેશભાઈ રાજાભાઈ પારીયા (ઉ.વ.42) નામના યુવાન ગત તા.8 એપ્રિલના રોજ પોતાનું જીજે-10-ડીએચ-6643 નંબરનું મોટરસાઈકલ લઇ બાણુંગાર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતાં આ દરમિયાન એમ.પી. 45. એમ.એલ. 3427 નંબરના મોટરસાઈકલ ચાલકે પોતાનું મોટરસાઈકલ બેદરકારી અને પૂરઝડપે ચલાવી ફરિયાદીના મોટરસાઈકલને જમણી બાજુ પછડાવી રોડ પર પછાડી દઈ રમેશભાઈને માથા, ખંભા, તથા હાથ-પગમાં ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે રમેશભાઇ દ્વારા પંચ એ ડીવીઝનમાં મોટરસાઈકલના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મોટરસાઈકલ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular