Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયકોરોના મુક્ત ભારત બનાવવા વેકસીન લેવા શ્ર્વાસ ઇન્ડિયાની અપીલ

કોરોના મુક્ત ભારત બનાવવા વેકસીન લેવા શ્ર્વાસ ઇન્ડિયાની અપીલ

- Advertisement -

વિશ્ર્વ મહામારી કોરોના નિવારવા માટે વ્યક્તિનો પોતાની રોગપ્રતિકારકશક્તિ સિવાઈ અન્ય કોઈ અસરકાર ઈલાજ નથી. કોરોના મહામારી નિવારવા વેકસીનેસન શિવાઈ કોઈ વિકલ્પ નથી. ભારત ને કોરોના મુક્ત બનાવવા માટે દેશ નો દરેક નાગરિક વેકસીનેશન લઈ લ્યે તે ખૂબ જરૂરી છે. વિષય તજજ્ઞો ના કહેવા મુજબ જ્યારે 70% લોકોનું રસીકરણ થશે, તો ભારત કોરોના મુક્ત બની શકશે. દરેક નાગરિક બસ એટલું કરે કે પોતે તુરંત વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન કરાવે, અને તેનો વારો આવ્યે વેકસીન લે તો આપણે દેશ ને આ મહામારી માંથી બહાર લાવી શકશું. વેકસીનેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ઘણી જગ્યાએ ઘણા દેશો માં ખૂબ સારા પરિણામો મળ્યા છે. ભારત ની કુલ વસ્તી ના 70% લોકો ને વેકસીનેશન અનિવાર્ય છે, આથી શ્વાસ ઇન્ડિયા દ્વારા 18 વર્ષ થી ઉપરના દરેક નાગરિકને વેકસીનેશનનું રજીસ્ટ્રેશન કરી, વેકસીન લઈ ભારત ને કોરોના મુક્ત કરવાની દિશામાં આગળ વધારવા અપીલ કરી છે. યુવાનો, આઈ.ટી ક્ષેત્રે અભ્યાસ કરી રહેલ મિત્રો, યુવાનો ને આજુબાજુ ના લોકો ને રજીસ્ટ્રેશન કરવામાં મદદ કરે તેવી પણ અપીલ કરી છે.http://www. selfre gistration. cowin.gov.in પર લાયસન્સ, આધાર કાર્ડ નમ્બર તથા જન્મતારીખ જણાવી 1 મિનિટ માં રજીસ્ટ્રેશન કરવી શકાય છે, રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી વેકસીનેશન સેન્ટરની યાદી માંથી નજીકનું સેન્ટર નક્કી કરી એપોન્ટમેન્ટ મેળવી વેકસીન લઈ શકાશે તેમ શ્ર્વાસ ઇન્ડિયાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular