Monday, December 2, 2024
Homeરાજ્યગુજરાતજામનગર-રાજકોટ-સુરતના નવા હોદ્દેદારોની વરણી

જામનગર-રાજકોટ-સુરતના નવા હોદ્દેદારોની વરણી

- Advertisement -

રાજ્યની તમામ મનપાના નવા હોદ્દેદારોની વરણી કરી દેવામાં આવી છે. બે દિવસ પૂર્વે અમદાવાદ, ભાવનગર અને વડોદરાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જ્યારે આજે રોજ જામનગર-રાજકોટ અને સુરતના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આમ 6 મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સાશકપક્ષના નેતા અને દંડક મળી ચૂકયા છે.

- Advertisement -

જામનગરના મેયર તરીકે બીનાબેન કોઠારીની વરણી કરવામાં આવી છે.ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મનીષ કટારિયા, સાશક પક્ષના નેતા તરીકે કુસુમબેન પંડ્યા તથા દંડક તરીકે કેતન ગોસરાણીના નામની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ મહાનગર પાલિકાના મેયર તરીકે પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર તરીકે  દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે  પુષ્કર પટેલ, સાશક પક્ષના નેતા તરીકે  વીનું ધવા અને દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની વરણી કરવામાં આવી છે.

- Advertisement -

સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ સાથે પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે વરણી કરવામાં આવી છે, જ્યારે અમિતસિંહ રાજપૂત શાસક પક્ષના નેતા બન્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular