Friday, March 29, 2024
Homeઆંતરરાષ્ટ્રીયરશિયા દ્વારા એસ-400 મિસાઇલની ડિલવરી શરૂ, ભારત વધુ મજબુત બનશે

રશિયા દ્વારા એસ-400 મિસાઇલની ડિલવરી શરૂ, ભારત વધુ મજબુત બનશે

- Advertisement -

- Advertisement -

ભારતને રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ મળવી શરૂ થઈ ગઈ છે. એસ-400 ની પહેલી યુનિટને ભારત પાકિસ્તાન સરહદ પર તૈનાત કરવામાં આવશે. એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને સમુદ્રી અને હવાઈ માર્ગથી ભારત મોકલવામાં આવી રહ્યા છે. જમીનથી હવામાં માર કરનાર આ પ્રણાલીના મળવાથી ભારતની મારક ક્ષમતા વધુ મજબૂત થઈ જશે. ભારતે રશિયાથી 5.43 અરબ ડોલરમાં પાંચ એસ-400 રેજીમેન્ટ ખરીદવા માટે ઓક્ટોબર 2019માં કરાર કર્યા હતા.

એસ-400 સુપરસોનિક એર ડિફેન્સ સિસ્ટમમાં સુપરસોનિક અને હાઈપર સોનિક મિસાઈલ હોય છે જે લક્ષ્યને ભેદવામાં માહિર હોય છે. એસ-400ની ગણતરી દુનિયાના અત્યાધુનિક એન્ટી એરક્રાફ્ટ હથિયારમાં હોય છે. આ સુપરસોનિક એર ડિફેન્સ સિસ્ટમ 400 કિલોમીટરના ક્ષેત્રમાં આવનારા દુશ્મનના લડાકુ વિમાન, મિસાઈલ, ડ્રોન અથવા છુપાયેલા વિમાનો પર હુમલો કરીને તેમને પાડી શકે છે. આની મદદથી સરળતાથી પકડમાં ન આવનારા લડાકુ વિમાન પણ પાડી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular