Tuesday, September 1, 2026
Homeરાજ્યજામનગરશહેરમાં ગણપતિ વિર્સજન કુંડ બનાવવા રૂા. 30 લાખનો ખર્ચ મંજુર - VIDEO

શહેરમાં ગણપતિ વિર્સજન કુંડ બનાવવા રૂા. 30 લાખનો ખર્ચ મંજુર – VIDEO

જામનગર શહેરમાં આગામી ગણેશોત્સવ નિમિતે ગણપતિની મૂર્તિઓને વિર્સજન માટે કુંડ બનાવવા 30 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

- Advertisement -

જામ્યુકોની સ્થાયી સમિતિના ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમિતિની બેઠકમાં કુલ રૂપિયા 44.84 લાખના જુદા-જુદા ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રણજીતસાગર રોડ પર સરદાર રિવેરા પાસે તેમજ ખંભાળિયા રોડ પર લહેર તળાવ પાસે કુલ બે ગણેશ મૂર્તિઓના વિસર્જન કુંડ બનાવવા માટે રૂપિયા 29.96 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પાંચ નવા બિલ્ડીંગ બનાવવાને પણ સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. બિલ્ડીંગોમાં જીઆઇડીસી, કામદાર કોલોની, પાણખાણ, બેડીબંદર અને ગોમતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. પ્રદર્શન મેળામાં યોજાનારા શ્રાવણી મેળામાં લાઇટ પોલ અને કેબલિંગ માટે 7.9પ લાખ તથા ડેકોરેશન માટે 6.96 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મેયર મોનિકા વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, કમિશનર દિપેશ કેડીઆ, ડેપ્યુટી કમિશનર દેવેેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular