Tuesday, March 19, 2024
Homeરાષ્ટ્રીયરિલાયન્સે રેકોર્ડબ્રેક 20,539 કરોડનો નફો કર્યો

રિલાયન્સે રેકોર્ડબ્રેક 20,539 કરોડનો નફો કર્યો

ડિસેમ્બર 31-2021ના ત્રિમાસિક ગાળાના સંક્રમિત પરિણામો : તમામ વ્યવસાયોમાં મજબૂત પરિચાલન અને નાણાંકીય પ્રદર્શન : રેકોર્ડ ક્વાર્ટરલી કોન્સોલિડેટેડ આવક વાર્ષિક 52.2 ટકાની વૃધ્ધિ સાથે રૂા. 209.823 કરોડ : રેકોર્ડ ક્વાર્ટરલી કોન્સોલિટેડ ઇબીઆઇટીડીએ વાર્ષિક ધોરણે 29.9 ટકા વૃધ્ધિ સાથે રૂા. 33.886 કરોડ : છેલ્લા નવ મહિનામાં 80,000 કર્મચારીઓ ઉમેર્યા

- Advertisement -

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 31મી ડિસેમ્બર 2021ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેના તમામ વ્યવસાયોએ મજબૂત વૃદ્ધિ નોંધાવતાં રેકોર્ડ નાણાકીય કામગીરી નોંધાવી હતી. કંપનીએ તેનો અત્યાર સુધીનો સૌથી વધુ સંકલિત (કોન્સોલિડેટેડ) ચોખ્ખો નફો રૂ. 20,539 કરોડઅને એબિટ્ડા રૂ. 33,886 કરોડ નોંધાવ્યો હતો, તેમજ અત્યાર સુધીની સૌથી વધારે આવક રૂ. 209,823 કરોડનોંધાવી હતી. ઓઇલ ટુ કેમિકલ અને એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન વ્યવસાયો ઇન્ક્રિમેન્ટલ ગ્રોથમાં સૌથી મોટા યોગદાનકર્તા રહેવાની સાથેજિયો અને રિટેલ બંને વ્યવસાયોએ મજબૂત વૃદ્ધિ સાથે અત્યાર સુધીના શ્રેષ્ઠ ત્રિમાસિક પરિણામો નોંધાવ્યા હતા. આ મજબૂત સર્વાંગી પ્રદર્શન સાથે, રિલાયન્સનો ડિસેમ્બર 21 ક્વાર્ટર માટેનો ચોખ્ખો નફો TCS કરતા બમણો છે – જે RIL પછી માર્કેટ કેપિટલાઇઝેશનની રીતે બીજી સૌથી મોટી ભારતીય કંપની છે.

- Advertisement -

 

પરંપરાગત રીતે કંપનીના નફામાં સૌથી મોટો હિસ્સો આપતા રિલાયન્સના O2C બિઝનેસે EBITDAમાં નોંધપાત્ર રીકવરીદર્શાવતાં તે વાર્ષિક ધોરણે (Y-o-Y) 38.7 ટકાવધીને રૂ. 13,530 કરોડ (1.8 બિલિયન અમેરિકી ડોલર) થઇ. EBITDAમાં રીકવરી ખાસ કરીને ક્રૂડ ઓઇલ અને તેમાંથી બનાવવામાં આવતા ટ્રાન્સપોર્ટેશન ફ્યુઅલની કિંમતમાં સુધારા, ઊંચા પોલિયેસ્ટર ચેઇન ડેલ્ટા અને ઉત્પાદનમાં વધારાને કારણે નોંધાઈ હતી.

- Advertisement -

 

E&P બિઝનેસની EBITDA પણ ઉત્પાદનમાં મહત્વપૂર્ણ વધારાની સાથે કિંમતોમાં સુધારો થતાં રૂ. 2,033 કરોડની નવી ઊંચાઈએ પહોંચી હતી. ડિસેમ્બર 2021ના ત્રિમાસિક ગાળામાં ઉત્પાદન વાર્ષિક ધોરણે 87 ટકાની વૃધ્ધિ સાથે 53.3 બિલિયનક્યુબિક ફીટ ઇક્વિવેલેન્ટ હતું, જ્યારે KGD6 કુદરતી ગેસની કિંમત એક વર્ષ અગાઉના ગાળાની સરખામણીએ 74 ટકા વધારે રહી હતી.

- Advertisement -

મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે રિલાયન્સે FY22 ના 3ચ માં વધુ એક વખત આશ્ર્ચર્યચકિત કરતું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અમે અમારા તમામ વ્યવસાયોના મજબૂત યોગદાન સાથે રેકોર્ડ ઓપરેશનલ પરિણામો આપ્યાં છે, એમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ FY22 ના Q3 પરિણામો પર ટિપ્પણી કરતી વખતે જણાવ્યું હતું.

જિયો પ્લેટફોર્મ લિમિટેડ હેઠળનો ડિજિટલ સેવાઓનો વ્યવસાય પણ ડિસેમ્બર 21 ક્વાર્ટર દરમિયાન રૂ. 10,008 કરોડ EBITDA, 18.1 ટકા Y-o-Yh વૃધ્ધિ સાથે તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર પહોંચ્યો હતો. ઉચ્ચ સબસ્ક્રાઇબરબેઝ અને ARPU માં વૃધ્ધિને કારણે EBITDA માર્જિનમાં 500 બેઝીસ પોઇન્ટ કરતાં વધારેનો તીવ્ર વધારો જોવા મળ્યો હતો.

જિયો માટે આ ત્રિમાસિક ગાળો421 મિલિયન સબ્સ્ક્રાઇબરબેઝ સાથે પૂરો થયો હતો-જે અગાઉના12-મહિનાના સમયગાળાનીસરખામણીએ10 મિલિયનથી વધુનો વધારો દર્શાવે છે.વપરાશકર્તા દીઠ માસિક સરેરાશ આવક વધીને 16 ક્વાર્ટરની ટોચે પહોંચતાં રૂ. 151.6 થઈ હતી, જે બહેતર સબ્સ્ક્રાઇબર મિશ્રણ અને 1લી ડિસેમ્બર 2021થી અમલમાં આવેલા 20% ટેરિફ વધારોને આભારી હતી.

ગ્રાહક દીઠ માસિક સરેરાશ ડેટા અને વોઇસના વપરાશ અનુક્રમે 42.6 ટકા અને 13.2 ટકાની વૃધ્ધિ સાથે 18.4 જી.બી. અને 901 મિનિટ રહેતાં જિયોના ગ્રાહક એંગેજમેન્ટમાં સુધારાની પ્રક્રિયા ચાલુ રહી હતી. જિયોએ ખૂબ જ ઝડપથી વૃધ્ધિ પામી રહેલા જિયોફાઇબર હેઠળ વાયર લાઇન બ્રોડબેન્ડમાં પાંચ મિલિયન ગ્રાહકો નોંધાવ્યા હતા.

દેશના લગભગ 1,000 જેટલાં ટોચના શહેરોમાં પજી કવરેજ આયોજન પૂર્ણ થવાની સાથે જિયોએ પ-જી ટ્રાયલમાં પ્રગતિ ચાલુ રાખી છે. કંપની હવે તેના પજી નેટવર્ક પર હેલ્થકેર અને ઔદ્યોગિક ઓટોમેશનમાં અદ્યતન ઉપયોગના કેસોનું પરીક્ષણ કરી રહી છે.

કોવિડ મહામારીની નકારાત્મક અસર દૂર થતાં અને પરિચાલનની સ્થિતિ સામાન્ય થતાંની સાથે જ રિલાયન્સ રિટેલે ડિસેમ્બર 2021 ક્વાર્ટર દરમિયાન તેની અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાવી હતી. અત્યાર સુધીના સૌથી વધુ સ્ટોરમાંથી વેચાણની સાથે-સાથે ડિજીટલ અને ન્યૂકોમર્સમાં સાતત્યપૂર્ણ વૃધ્ધિને કારણે તમામ ક્ધઝમ્પશન બાસ્કેટ્સે શ્રેષ્ઠતમ આવક નોંધાવી હતી.  રિલાયન્સ રિટેલની કુલ આવક ડિસેમ્બર 21 ક્વાર્ટરમાં 52.5 ટકાની વૃધ્ધિ સાથે રૂ. 57,714 કરોડ થઈ હતી, જ્યારે EBITDA વાર્ષિક 23.8 ટકાની વૃધ્ધિ સાથે રૂ. 3,822 કરોડ રહી.

રિલાયન્સરિટેલે તેના પદચિહ્નને વિસ્તારવાનું ચાલુ રાખ્યું અને કુલ 14,412 સ્ટોર્સ અને 40 મલિયન ચોરસ ફૂટ રિટેલસ્પેસ સાથે 837 સ્ટોર્સ ઉમેર્યા. ભૌતિક રિટેલઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત, કંપનીએ તેની ડિજિટલ હાજરીને પણ મજબૂત બનાવી છે. કંપનીએ તેના ન્યૂકોમર્સ પ્લેટફોર્મ પર વેપારી ભાગીદારોમાંવાર્ષિક ધોરણે ચાર ગણો ઉછાળો નોંધાવ્યો હતો, જ્યારે 50 ટકા જેટલા ડિજીટલકોમર્સ ઓર્ડરટિયર-2 અથવા નાના શહેરોમાંથી આવતાં ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ પરના ઓર્ડર બમણાં થયા હતા.

ત્રિમાસિક ગાળા દરમિયાન રિલાયન્સ તેના બાકીના હિતો વેચીને શેલ ગેસના કારોબારમાંથી બહાર આવી, જેના પરિણામે રૂ. 2,872 કરોડનો અસાધારણ લાભ થયો, જે ચોખ્ખા નફામાં સમાવિષ્ટ છે.  અમે 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરોના અમારા વિઝનને હાંસલ કરવાની દિશામાં સતત પ્રગતિ કરી રહ્યા છીએ. સૌર અને ગ્રીન એનર્જી  સ્પેસમાં ટેક્નોલોજીલીડર્સસાથેનીઅમારી તાજેતરની ભાગીદારી અને રોકાણ એ સ્વચ્છ અને ગ્રીનના સંક્રમણમાં ભારત અને વિશ્ર્વ સાથે ભાગીદાર બનવાની અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. અમે વૃધ્ધિની પહેલો શોધવાનું અને આપણા ગ્રહ માટે સસ્ટેઇનેબલ ફ્યુચરનુંવિઝન શેર કરતાં વૈશ્ર્વિક અગ્રણીઓ સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખીશું,” રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર,મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular