Thursday, September 28, 2023
Homeરાજ્યગુજરાતગુજરાત HCના 4 જજની બદલી માટે ભલામણ

ગુજરાત HCના 4 જજની બદલી માટે ભલામણ

- Advertisement -

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મોદી સરનેમ માનહાનિ કેસની સુનાવણી કરનારા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકની બદલી માટે ભલામણ કરી છે તેમજ તેમના સિવાય ગુજરાત હાઈકોર્ટના અન્ય ત્રણ ન્યાયાધીશની પણ બદલી માટે ભલામણ કરવામાં આવી છે. જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકની પટના હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે તરીકે ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ વૈન કોગજે, જસ્ટિસ કુમારી ગીતા ગોપી અને જસ્ટિસ સમીર જે દવેની પણ અન્ય કોર્ટમાં બદલી માટે ભલામણ કરવામાં આવી છે. રાહુલ ગાંધી મોદી સરનેમ કેસમાં સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ સુરતની સેશન્સ કોર્ટમાં ગયા હતા પરંતુ ત્યાથી પણ તેમને રાહત ન મળતા ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા. જસ્ટિસ હેમંત પ્રચ્છકે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજી પર સુનાવણી કરી હતી પરંતુ બાદમાં તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી અને નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા અટકાવી સજાને રદ કરી દીધી હતી. આ બાદ લોકસભા સચિવાલયે સોમવારે એક નોટિફિકેશન બહાર પાડીને રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પુન:સ્થાપિત કરી હતી. આ સાથે જ રાહુલ ગાંધીને રાહત આપતા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી મહત્તમ સજા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular