Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરઇ.એન.ટી. વિભાગની માસ્ટર ડિગ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ઇ.એન.ટી. વિભાગની માસ્ટર ડિગ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

વડોદરાની એસએસજી હોસ્પિટલાં હાલ સિનિયર રેસિડેન્સીયલ તરીકે સેવા આપી રહ્યા છે

- Advertisement -

જામનગરની જી.જી. હોસ્પિટલના નિવૃત સી.એમ.ઓ.ના તબીબી પુત્રએ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ઇ એન ટી (ઓટોરાયનો લેરિંગોલોજી) વિભાગની માસ્ટર ડિગ્રીની પરીક્ષામાં ગોલ્ડ મેડલ મેળવીને ઉત્તીર્ણ થતાં જામનગરનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના નિવૃત સી.એમ.ઓ. ડો. આર. જી. દત્તાના પુત્ર ડો. ગૌરવ દત્તાએ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ઇ એન ટી (ઓટોરાયનો લોરિંગોલોજી)ની માસ્ટર ડિગ્રીની પરીક્ષામાં ગોલ્ડ મેડલ સાથે ઉત્તિર્ણ થઇ જામનગર તેમજ તેમના નિવૃત્ત સી.એમ.ઓ. પિતા નું ગૌરવ વધાર્યું છે.

નિવૃત સી.એમ.ઓ. ડો.આર.જી. દત્તાના તબીબ પુત્ર ગૌરવ દત્તાએ જામનગરની સત્ય સાઈ સ્કૂલ માં 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યા પછી ભાવનગરની મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ પૂર્ણ કર્યો હતો, ત્યાર પછી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ઇ એન ટી વિભાગમાં માસ્ટર ડીગ્રીનો કોર્સ પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ સાથે ઉત્તીર્ણ થયા છે, અને હાલ તેઓ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્સીયલ તબીબ તરીકે સેવા આપી રહ્યા છે. જામનગરમાં રહેતા તેઓના તબીબ મિત્રો ઉપરાંત પિતા ડો. આર.જી. દત્તા અને માતા રુબી દત્તા દ્વારા પણ વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular