Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયલોકડાઉનથી ડરેલા કામદારોની ફરી હિજરત

લોકડાઉનથી ડરેલા કામદારોની ફરી હિજરત

- Advertisement -

કોરોના મહામારીની ત્રીજી લહેર અને ઓમિક્રોનના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખતા મોટાભાગના રાજ્યોમાં ફરી એક વખત સરકારો દ્વારા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. બદલાયેલી સ્થિતિ જોઈને પ્રવાસી મજૂરોને દેશમાં લાગુ થયેલું પહેલું લોકડાઉન અને બીજી લહેરના સમયની યાદો તાજી થઈ ગઈ છે.

- Advertisement -

આ સંદર્ભમાં ત્રીજી લહેરમાં પણ દેશભરમાં લોકડાઉન જેવા પ્રતિબંધોની આશંકાઓના પગલે પ્રવાસી કામદારોએ પોતાના ઘર તરફ પાછા ફરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીમાં લાગુ થયેલા સાપ્તાહિક લોકડાઉન, મુંબઈમાં કોરોનાના કેસ વધતાં લોકડાઉન લાગુ કરવા અંગે મેયરની ચેતવણી જેવી ઘટનાઓના પગલે પ્રવાસી કામદારો ગયા વર્ષે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન પેદા થયેલી સમસ્યાઓ અને તકલીફો યાદ કરીને વધુ ભયભીત થઈ ગયા છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મજૂરી કરીને રોજી-રોટી કમાતા ઉત્તર પ્રદેશ, બિહારના અનેક પ્રવાસી કામદારો લાંબુ લોકડાઉન લાગુ થવાના ભયથી પહેલાથી જ પોતાના ઘર તરફ રવાના થઈ ગયા છે. તેમનું કહેવું છે કે ગઈ વખતે અનેક પ્રવાસી કામદારો પરિવાર સાથે ફસાઈ ગયા હતા. બે દિવસ, ચાર દિવસ રાહ જોતા લોકડાઉન વધતું ગયું. પાછળથી અનેક કામદારોેને ભોજન પણ મળવાનું મુશ્કેલ થઈ ગયું હતું. તેથી આ વખતે અનેક પ્રવાસી કામદારો કોરોના વધુ વકરે અને લોકડાઉન લાગુ થાય તે પહેલાં જ વતન પરત ફરી ગયા છે. દિલ્હી જેવી જ સ્થિતિ મુંબઈમાં પણ છે. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ કોઈ શહેરમાં આવતા હોય તો તે મુંબઈ છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક કેસ 20,000ને પાર થઈ ગયા છે. ત્રણ-ચાર દિવસ પહેલાં જ મુંબઈના મેયરે જાહેરાત કરી હતી કે શહેરમાં કોરોનાના દૈનિક કેસ 20,000ને પાર થશે તો તંત્ર લોકડાઉન લાગુ કરવા અંગે વિચારણા કરશે.

- Advertisement -

મુંબઈમાં હવે કોરોનાના કેસ 20,000ને પાર થઈ ગયા છે. પરિણામે પ્રવાસી કામદારોને લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે. આથી, તેમણે મુંબઈના સ્ટેશનો પર લાઈનો લગાવવાનું શરૂ કરી દીધું છે. પોલીસનો માર ખાવા છતાં પણ આ પ્રવાસી કામદારો સ્ટેશનથી પાછા ફરવા તૈયાર નથી. તેમને શહેરમાં લોકડાઉનમાં ફસાઈ જવાની આશંકા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular