જામનગર તાલુકાના ખીમરાણા ગામ નજીક આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેઇન હડફેટે આવી જતાં 13 વર્ષના માસુમ બાળકનું ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ખીમરાણા ગામની સીમમાં આવેલા રેલવે ટ્રેક પર ફાટક નંબર એલસી 183 પાસેથી પસાર થતી ટ્રેઇન હડફેટે ગત્ તા. 06ના રાત્રિના સમયે 13 વર્ષનો અજાણ્યો બાળક ટ્રેન હેઠળ આવી જતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ બાળકનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે ફાટક પરના ગેટમેન દિલીપસિંહ કલુભા સોઢા દ્વારા જાણ કરવામાં આવતાં પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી બાળકના મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા માટે તજવીજ આરંભી હતી. આ મૃતક બાળક અંગે કોઇપણ જાણકારી મળે તો પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના હે.કો. અજયસિંહ જાડેજા (મો. 81415 67744) પર જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.


