જામનગર નજીક મોરકંડા પાટીયા પાસેથી પોલીસે વોચ ગોઠવી કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.41,000 ની કિંમતની 82 બોટલ દારૂ મળી આવતા પોલીસે રૂા.5.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટના શખ્સની ધરપકડ કરી હતી. જામનગર શહેરના ઈમામહુશેન ચોકમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના મોરકંડા ગામના પાટીયા પાસેથી પીએસઆઈ એમ.એ.મોરી, એએસઆઈ મહિપાલસિંહ જાડેજા તથા હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા તથા પો.કો. સુમિતભાઈ શિયાર, મયુરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે પસાર થતી જીજે-03-એલએમ-0424 નંબરની સેલ્ટસ કારને આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.41,000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 82 બોટલ મળી આવતા પોલીસે હર્ષ બિપીન ભુવા નામના રાજકોટના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી આરંભી હતી. બીજો દરોડો, જામનગર શહેરના જોડિયાભુંગામાં આવેલા ઈમામહુશેન ચોકમાં રહેતાં હુશેન સાલેમામદ સુરાણીના મકાનમાંથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂ.2500 ની કિંમતની પાંચ બોટલ ઈંગ્લીશ દારૂની મળી આવતા પોલીસે હુશેનની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.