Saturday, October 24, 2026
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છટ્રેનમાં મુસાફરી કરતાં પહેલાં જાણી લેજો આ સમાચાર

ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલાં જાણી લેજો આ સમાચાર

ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલાં જાણી લેજો આ સમાચાર

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જામવંથલી-અલિયાબાડા રેલ સેક્શન પર ડબલિંગ (બેવડી લાઇન) કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ કામગીરીના કારણે 24 ઓક્ટોબર 2026 થી 4 નવેમ્બર 2026 સુધી કેટલીક પેસેન્જર ટ્રેનોનું સંચાલન પ્રભાવિત રહેશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

- Advertisement -

ટ્રેન નંબર 59552, ઓખા-રાજકોટ લોકલ 4 નવેમ્બર 2026 સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 59551, રાજકોટ-ઓખા લોકલ 4 નવેમ્બર 2026 સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 19252, ઓખા-વેરાવળ એક્સપ્રેસ 4 નવેમ્બર 2026 સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 19251, વેરાવળ-ઓખા એક્સપ્રેસ 4 નવેમ્બર 2026 સુધી રદ રહેશે.
ટ્રેન નં. 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 03.11.2026 સુધી ભાવનગર થી રાજકોટ સુધી જ દોડાવવામાં આવશે. આમ આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નં. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 04.11.2026 સુધી રાજકોટ થી ભાવનગર સુધી દોડાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 04.11.2026 સુધી વડોદરા થી રાજકોટ સુધી જ દોડાવવામાં આવશે. આમ આ ટ્રેન રાજકોટ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 29.10.2026 થી 05.11.2026 સુધી રાજકોટ થી વડોદરા સુધી દોડાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નં. 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 29.10.2026 ના રોજ ઓખા થી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 14:05 કલાકના બદલે 1 કલાક 55 મિનિટ મોડી એટલે કે 16:00 કલાકે રવાના થવા માટે રીશિડ્યુલ કરવામાં આવી છે.
ટ્રેન નંબર 22926 ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 30લર ઓખાથી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 16:45 કલાકના બદલે 1 કલાક 30 મિનિટ મોડી એટલે કે 18:15 કલાકે ઉપડવા માટે રીશિડ્યુલ કરવામાં આવી છે.
ટ્રેન નંબર 22926 ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 02.11.2026 ના રોજ ઓખા થી તેના નિર્ધારિત સમય 16:45 કલાકના બદલે 2 કલાક 10 મિનિટ મોડી એટલે કે 18:55 કલાકે ઉપડવા માટે રીશિડ્યુલ કરવામાં આવી છે.
ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 2 નવેમ્બર 2026 ના રોજ હાપા થી તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 20:05 કલાકના બદલે 1 કલાક 20 મિનિટ મોડી એટલે કે 21:25 કલાકે પ્રસ્થાન કરશે.
ટ્રેન નંબર 22926, ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસને 24, 25, 26, 28, 29, 31 ઓક્ટોબર તેમજ 1 નવેમ્બર 2026 ના રોજ માર્ગમાં 45 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
25.10.2026 ના રોજ માતા વૈષ્ણોદેવી કટરા થી ઉપડતી ટ્રેન નં. 12478 માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસને માર્ગમાં 1 કલાક 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
01.11.2026 ના રોજ માતા વૈષ્ણોદેવી કટરા થી ઉપડતી ટ્રેન નં. 12478 માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસને માર્ગમાં 4 કલાક 10 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
26.10.2026 ના રોજ માતા વૈષ્ણોદેવી કટરા થી ઉપડતી ટ્રેન નંબર 12476 માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસને માર્ગમાં 1 કલાક 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
26.10.2026 ના રોજ ગુવાહાટી થી ઉપડતી ટ્રેન નં. 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસને માર્ગમાં 55 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
30.10.2026 ના રોજ ટ્રેન નં. 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપા થી તેના નિર્ધારિત સમય કરતાં 35 મિનિટ મોડી પ્રસ્થાન કરશે.
28.10.2026 ના રોજ સિકંદરાબાદ થી ઉપડતી ટ્રેન નં. 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસને માર્ગમાં 2 કલાક 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
30 ઓક્ટોબર 2026 ના રોજ જામનગર થી ઉપડતી ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગર થી તેના નિર્ધારિત સમય કરતાં 25 મિનિટ મોડી રવાના થશે.
24 ઓક્ટોબર 2026 ના રોજ ઓખા થી ઉપડતી ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખા થી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.

રેલવે મુસાફરોને વિનંતી છે કે, તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી અદ્યતન માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular