Sunday, July 13, 2025
Homeરાજ્યજામનગરજામનગરના ઠેબા નજીક બાયોડીઝલનું વેચાણ થતાં સ્થળે દરોડો

જામનગરના ઠેબા નજીક બાયોડીઝલનું વેચાણ થતાં સ્થળે દરોડો

પંચકોશી બી ડિવિઝન સ્ટાફની રેઇડ : 1580 લીટર બાયોડીઝલ સહિત 21 લાખનો મુદામાલ કબ્જે : 3 શખસોની ધરપકડ

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ભેળસેળયુક્ત બાયોડિઝલના જથ્થા સાથે બોલેરો તથા ટ્રક મળી કુલ રૂા. 21 લાખના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવર સહિતના 3 શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા સ્ટોન ક્રશર નજીક ગેરકાયદેસર ભેળસેળયુક્ત બાયોડીઝલનો જથ્થો ટ્રક ડ્રાઇવરોને વેચાણ કરતાં હોવાની બાતમીના આધારે પીએસઆઇ એચ. વી. રોયલા તથા સ્ટાફએ રેઇડ દરમ્યાન ફાયર સેફ્ટીના સાધનો વગર રહેણાંક વિસ્તારમાં જ્વલનશીલ પ્રવાહી રાખી ગંભીર બેદરકારી દાખવતા કાસમ ઇકબાલ ખફી નામના શખ્સને ત્યાં રેઇડ કરી હતી. પોલીસે રેઇડ દરમ્યાન કાસમ દ્વારા ભેળસેળયુકત બાયોડીઝલનો જથ્થો, ટ્રકચાલક અનવર દાઉદ હોંધીયા અને મુસા ઓસમાણ હોંધીયાને પૂરો પાડવામાં આવી રહ્યો હતો. પોલીસે આ ત્રણેય શખસોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 1,16,920ની કિંમતનો 1580 લીટર બાયો ડીઝલનો જથ્થો તથા એક બોલેરો અને ટ્રક મળી કુલ રૂા. 21,16,920ની કિંમતના મુદામાલ સાથે કાસમ ખફી સહિતના ત્રણેય શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular