Tuesday, June 9, 2026
Homeરાજ્યજામનગરઆંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા પડતર માંગણીઓને લઇ રજૂઆત - VIDEO

આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા પડતર માંગણીઓને લઇ રજૂઆત – VIDEO

જામનગરમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોએ વિવિધ પડતર માંગણીઓને લઇ આવેદનપત્ર પાઠવી CDPOને રજૂઆત કરી હતી અને આ પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માંગણી કરાઇ છે.

- Advertisement -

જામનગરમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોએ જણાવ્યું હતું કે, બાળકો માટે પૌષ્ટિક નાસ્તો અને ભોજન સમયસર તૈયાર કરવા સરકાર તરફથી એડવાન્સ રકમ મળવી જોઇએ, પરંતુ છેલ્લા છ મહિનાથી રકમ મળતી ન હોય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી આ અંગે કાર્યવાહી કરવા તેમજ આંગણવાડી કાર્યકર્તાઓ ઉપર દિવસેને દિવસે વધતી જતી જવાબદારીઓમાં રાહત આપવા, સમયસર મહેનતાણું ચૂકવવા તથા કામગીરી માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિતની માંગણીઓને લઇ રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular