જામનગર શહેરના વામ્બે આવાસમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતાં સાત શખ્સોને એલસીબીની ટીમે રૂા. 1,52,850ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મૂજબ જામનગર શહેરના વામ્બે આવાસ, બ્લોક નંબર બે પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમારને મળેલી સંયુક્ત બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એ. વી. ખેર તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
View this post on Instagram
રેઇડ દરમ્યાન એલસીબીની ટીમે અસલમ અબ્બાસ બાબવાણી, નૌસાદ વલીમામદ સુધાગુનિયા, જાવેદ જુનુશ સુંભાણિયા, શામળા કારા સઠિયા, ફિરોઝ કાદર શોહરવર્દી, કાદર અબ્બાસ બાબવાણી, રહીમ જુસબ બાબવાણી નામના સાત શખ્સોને પોલીસે રૂા. 17,850ની રોકડ રકમ, ઘોડીપાસાના બે નંગ, રૂા. એક લાખની કિંમતના બે બાઇક અને રૂપિયા 35 હજારની કિંમતના સાત મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1,52,850ના મુદ્ામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


