જામનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઇ ઉઊંટ સર્કલ ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીનો કારાવાસ સાથે પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
દેશભરમાં વધતી મોંઘવારીને લઇ જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના ડીકેવી સર્કલ ખાતે કોંગ્રેસના હોદ્ેદારો-કાર્યકરોએ ધરણાં કર્યા હતાં. પેટ્રોલ, ગેસ સિલિન્ડર, દૂધ, ખાદ્યતેલ, અનાજ-કરિયાણા સહિતની ચીજવસ્તુઓમાં થયેલા ભાવવધારાને કારણે મોંઘવારીનો કારાવાસ દર્શાવી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર સહારાબેન મકવાણા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, કોંગ્રેસ અગ્રણી આનંદ ગોહિલ, પૂર્વ વિપક્ષી નેતા ધવલ નંદા સહિતના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.


