માઁ આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવલા નોરતાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ખેલૈયાઓ ગરબે ઘુમવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો માટીના કારીગરો ગરબા બનાવવામાં વ્યસ્ત બન્યા છે. નવરાત્રિમાં માતાજીલના ગરબાનું ખૂબ જ મહત્વ છે. લોકો ઘરોમાં ગરબાની સ્થાપના કરે છે. ત્યારે માટીના કલાકારો અવનવી ડિઝાઇન સાથે ગરબા બનાવી રહ્યાં છે. આભલા સહિતની વિવિધ સુશોભનની ચીજવસ્તુઓની મદદથી ગરબાને આકર્ષક શણગાર કરવામાં આવી રહ્યો છે.