Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરનવરાત્રિના પ્રારંભ પૂર્વે જામનગર જિલ્લામાં વરસાદથી આયોજકો ચિંતામાં

નવરાત્રિના પ્રારંભ પૂર્વે જામનગર જિલ્લામાં વરસાદથી આયોજકો ચિંતામાં

- Advertisement -

હવામાન વિભાગની આગાહી મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં સામાન્ય ઝાપટાથી લઇને બે ઈંચ જેટલું પાણી વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે. જેમાં જોડિયા અને ધ્રોલમાં અડધો – અડધો ઈંચ તથા જામનગર અને જામજોધપુરમાં જોરદાર ઝાપટા તથા કાલાવડના નવાગામમાં બે ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું.

- Advertisement -

ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને નવરાત્રિની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેવા સમયમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ જામનગર શહેરમાં સામાન્ય ઝાપટાથી બે ઈંચ જેટલું પાણી આકાશમાંથી વરસી જતાં ગરબા આયોજકોમાં અને ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં લગભગ સર્વત્ર પંથકમાં મેઘાવી માહોલ સર્જાઈ ગયો છે. તાલુકાના મુખ્ય મથકોમાં જામનગર શહેરમાં ગત રાત્રિના 10 વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલ્ટો આવતા જોરદાર ઝાપટું વરસતા શહેરના મુખ્ય માર્ગો પર રાબેતા મુજબ વરસાદી પાણી ફરી વળ્યા હતાં. જ્યારે કાલાવડ તાલુકાના નવાગામમાં ધીમી ધારે બે ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. અને મોટા પાંચદેવડામાં સવા ઈંચ પાણી પડયાના અહેવાલ છે.

તાલુકાના મુખ્ય મથકોમાં જોડિયા અને ધ્રોલમાં ગત રાત્રિના જ અડધો અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતોે જ્યારે જામજોધપુરમાં જોરદાર ઝાપટું અને લાલપુરમાં સામાન્ય છાંટા પડયા હતાં. તાલુકા મથકે નજર કરીએ તો કાલાવડ પંથકના ભલસાણ બેરાજા અને ખરેડીમાં અડધો અડધો ઈંચ તથા નિકાવા અને મોટા વડાળામાં જોરદાર ઝાપટું પડયું હતું. જામજોધપુર તાલુકાના શેઠવડાળા, ધુનડા, ધ્રાફા, પરડવા, જામવાડી અને સમાણામાં અડધો – અડધો ઈંચ અને વાંસજાળિયામાં ઝાપટું પડયું હતું. લાલપુર તાલુકાના હરીપરમાં પણ ઝાપટા રૂપે અડધો ઈંચ તથા પીપરટોડામાં સામાન્ય ઝાપટું પડયું હતું. ધ્રોલ તાલુકાના લૈયારા અને લતીપરમાં અડધો અડધો ઈંચ તથા જાલિયાદેવાણીમાં ઝાપટું પડયાના અહેવાલ છે જ્યારે જામનગર તાલુકાના જામવણથલીમાં અડધો ઈંચ અને વસઈ, લાખાબાવળ, મોટી બાણુંગાર, મોટી ભલસાણ અને દરેડમાં છુટાછવાયા ઝાપટાં પડયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular