જામનગરના પ્રફુલ દોશીની વર્ષ 2021થી વર્ષ 2025 સુધી યુનાઇટેડ ફોર ચેન્જ દિલ્હી સમાજના ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત કહી શકાય. UFCનો મુખ્ય હેતુ નિસ્વાર્થ સેવા અને પારદર્શિતાનો છે.
જામનગરના પ્રફુલભાઈ વર્ષ 2015થી સમાજના સંરક્ષક છે. અને વર્ષ 2017થી 2020 સુધી UFCમાં કારોબારી સભ્ય તરીકે સેવાઓ આઈ છે. તેઓએ દિલ્હી સમાજની ભોજનશાળા અને કમિટીના ચેરમેન તેમજ અતિથીગૃહમાં કન્વીનર તરીકે સેવા આપી છે. પ્રફુલભાઈ દિલ્હીમાં સ્થાનકવાસી જૈન સંઘ અને દેવાસી જૈન સમાજમાં સક્રિયરૂપે સંકળાયેલ છે. અને મૂર્તિપૂજક સંધમાં કારોબારી સભ્યરૂપે પણ સેવાઓ આપે છે.