Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયસુધારવાને બદલે વધુ ગંદુ થઇ રહ્યું છે રાજકારણ

સુધારવાને બદલે વધુ ગંદુ થઇ રહ્યું છે રાજકારણ

ADRના ચોંકાવનારા આંકડા ધારાસભ્ય થઇ રહ્યાં છે વધુ ધનવાન : બંગાળમાં અડધાથી વધુ ધારાસભ્યોનો ગુનાહિત ઇતિહાસ

- Advertisement -

દેશમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરીણામોમાં દરેક રાજ્યોમાં અલગ-અલગ રાજકીય પક્ષોને સ્પષ્ટ બહુમતી મળી છે. જોકે, એડીઆરના આંકડાઓ દર્શાવે છે કે પસાર થઈ રહેલા પ્રત્યેક તબક્કામાં રાજકારણ વધુ ગંદુ બની રહ્યું છે અને ગૂનાઈત કેસો ધરાવતા વધુ ને વધુ લોકો રાજકારણમાં પ્રવેશવાની સાથે ચૂંટાઈને રાજ્યોની વિધાનસભાઓમાં પહોંચી રહ્યા છે તેમજ તેમની સંપત્તિમાં પણ અનેક ગણો વધારો થઈ રહ્યો છે.

- Advertisement -

એડીઆરના અહેવાલ મુજબ પશ્ર્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સતત ત્રીજી વખત સત્તા પર આવી છે. જોકે, બંગાળમાં 2016માં 37 ટકા ધારાસચ્યો ગુનાઈત કેસો અને 32 ટકા ગંભીર ગૂનાઈત કેસોનો સામનો કરી રહ્યા હતા. આજે વિજેતા ધારાસચ્યોમાંથી લગભગ અડધા અને 39 ટકા નેતાઓ સામે ગંભીર ગુનાઈત આરોપો ઘડાયેલા છે, જેમાં ભાજપનો ટ્રેક રેકોર્ડ સૌથી ખરાબ છે. તૃણમૂલ કોંગ્રેસના 34 ટકા વિજેતા ઉમેદવારો સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે.

પશ્ર્ચિમ બંગાળની વિધાનસભામાં પ્રવેશનારા ભાજપના અડધાથી વધુ ધારાસભ્યો સામે ગંભીર ગુનાઈત કેસો નોંધાયેલા છે. આસામમાં પણ પરિસ્થિતિ કંઈ અલગ નથી. આસામમાં ભાજપે સત્તા જાળવી રાખી છે, પરંતુ તેના વિજેતા ઉમેદવારોમાં ગૂનાઈત કેસો ધરાવતા નેતાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે જ્યારે ગંભીર ગૂનામાં સંડોવાયેલા નેતાઓની સંખ્યા 2016ની ચૂંટણીની સરખામણીમાં ત્રણ ગણી થઈ છે. ગંભીર ગૂનાઓમાં હત્યા, હત્યાનો પ્રયાસ, મહિલાઓ સામે ગૂના સહિતનો સમાવેશ થાય ચે. ભાજપના 60 વિજેતા ધારાસભ્યોમાંથી 12 ટકા સામે ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે જ્યારે કોંગ્રેસનો પ્રતયેક ત્રીજો ઉમેદવાર ગંભીર ગૂનાઈત રેકોર્ડ ધરાવે છે. 2016ની સરખામણીમાં ધારાસભ્યોની સંપત્તી પણ 1.6 ગણી વધી છે. તામિલનાડુમાં ગયા વર્ષની સરખામણીમાં ગુનાઈત આરોપો સાથે વિજયી બનનારા ઉમેદવારોની સંખ્યા બમણી થઈ ગઈ છે. 60 ટકા વિજેતા ઉમેદવારોનો ટ્રેક રેકોર્ડ ગુનાઈત છે અને 25 ટકા સામે ગંભીર ગુનાઈક કેસ નોંધાયેલા છે. તામિલનાડુ સૌથી ધનવાન વિધાનસભા છે. તેના આગામી ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 12.27 કરોડ છે. 2016માં તેમની સરેરાશ સંપત્તિ રૂ. 8.21 કરોડ હતી.

- Advertisement -

દેશમાં શિક્ષણની બાબતમાં કેરળ ટોચનું રાજ્ય હોવા છતાં ગૂનાઈત કેસો ધરાવતા ધારાસભ્યોની બાબતમાં કેરળ સૌથી ખરાબ સ્થિતિમાં છે. કેરળમાં વિજેતા ઉમેદાવારોમાંથી બે તૃતિયાંશ સામે ગુનાઈત આરોપો નોંધાયા છે અને 27 ટકા ધારાસભ્યો ગંભીર ગુનાઈત કેસનો સામનો કરી રહ્યા છે. કેરળમાં વિજેતા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 2.82 કરોડથી વધીને રૂ. 3.12 કરોડ થઈ છે. સુપ્રીમ કોર્ટે રાજકારણમાંથી ગૂનેગારોને દૂર કરવા માટે વર્ષ 2020માં બધા જ રાજકીય પક્ષોને ગુનાઈત રેકોર્ડ ધરાવતા ઉમેદવારની પસંદગી કરવા માટે ચોક્કસ કારણ જણાવવા અને તેમના ગુનાઈત રેકોર્ડ્સ વેબસાઈટ પર પ્રકાશિત કરવા નિર્દેશ આપ્યા હતા. પરંતુ મોટાભાગના પક્ષો આવા ઉમેદવારોની પસંદગી માટે જાહેર સેવાનું કારણ આગળ ધરે છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ઉમેદવારોની પસંદગી માટે જીતવાની સંભાવના એકમાત્ર પરિબળ ન હોવું જોઈએ. પાંચ રાજ્યોની ચૂંટણી પરીણામો સ્પષ્ટપણે દર્શાવે છે ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારો અંગે જનતાને કશી પડી નથી. ઉલટાનું તેઓ તેમને ચૂંટીને મોકલે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular