જામનગર પંચ ‘એ’ પોલીસે જાંબુડા પાટિયા નજીકથી ત્રણ ડમ્પર રોયલ્ટી વિના ખનિજ ભરેલા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા દ્વારા ખાણ ખનિજ ચોરી તથા રોયલ્ટી કે કોઇ આધાર પુરાવો કે લેખિત મંજૂરી વગર ખનિજ ભરેલા વાહનો વિરૂઘ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના અન્વયે 5ંચ ‘એ’ ડિવિઝનના પીઆઇ એમ. એન. શેખ સહિતના સ્ટાફ દ્વારા આ અંગે પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. દરમ્યાન જાંબુડાના પાટિયા પાસેથી આવતા અને ત્યાંથી રેતી ભરેલ ત્રણ ડમ્પર નીકળતાં વાહન ચેક કરતાં જીજે13-ડબલ્યુ-2595, જીજે13-ડબલ્યુ-3200 અને જીજે13-એટી-4039 નંબના ત્રણ ડમ્પરમાં રેતી ભરેલી હતી. જેની રોયલ્ટીની મંજૂરીપત્ર તથા વાહન રજિસ્ટ્રેશન વગેરે કાગળોની માંગણી કરતાં ડ્રાઇવર પાસે રોયલ્ટી કે કોઇ આધાર પુરાવો કે લેખિત મંજૂરી ન હોય આ અંગે ખાણ ખનિજ અધિકારીને જાણ કરી રૂા. 3,73,619ની કિંમતના ત્રણ ડમ્પરો કબ્જે કરી વધુ કાર્યવાહી માટે ખાણ ખનિજ અધિકારીને સોંપી આપ્યા હતાં.