જામનગર શહેરના નવાગામ ઘેડ ભીમવાસના ઢાળિયા પાસેના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ઘોડીપાસાની કલબ ચલાવતા સ્થળે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન 26 શખ્સોને ઝડપી લઇ રૂા.11,28,060 ની રોકડ રકમ અને રૂા.90 હજારની કિંમતના 9 મોબાઇલ સહિત કુલ રૂા.12,18,060 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા સંચાલક સહિતના 27 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. રેઈડ દરમિયાન મકાનમાંથી ઈંગ્લીશ દારૂના પાઉચ મળી આવતા પોલીસે જુદા-જુદા બે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ ભીમવાસના ઢાળિયા નંબર 2 પાસે સિધ્ધેશ્ર્વર સોસાયટીમાં રહેતાં રમેશ ઉર્ફે પ્રમુખ મુળજી વાઘેલા તેના મકાનમાં બહારથી માણસો બોલાવી ઘરમાં ઘોડીપાસાની કલબ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના નેજા હેઠળ પીઆઇ પી પી ઝા, એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, રાજેશ વેગડ, હેકો ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, જયદીપસિંહ જાડેજા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી, સાજીદ બેલીમ સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સચીન, અનીલભાઈ હરીશભાઈ મંગે, સુનીલભાઈ સુરેશભાઈ મારૂ લુહાર, ફારુકભાઈ હુસેનભાઈ ઓડીયા, અલ્તાફ સતારભાઈ આંબલીયા, રમેશભાઈ મગનભાઈ મકવાણા, પરેશભાઈ ઈશ્ર્વરભાઈ મારૂ, રમેશભાઈ ગોવીંદભાઈ મંગે, તેજસિંહ કુવરસિંહ રાજબાર, તોફીક અબ્દુલભાઈ કાદરી, જયમીન મુકેશભાઈ નરેલા, પ્રકાશભાઈ વલ્લભભાઈ ગોંડલીયા, લાખાભાઈ દલુભાઈ ધરાણી, મયુર કરસનભાઈ ભાટીયા, લાલજીભાઈ રામજીભાઈ પરમાર, રાહુલ ભરતભાઈ કનખરા, સેવક શ્યામજીભાઈ મકવાણા, વિમલભાઈ કીશોરભાઈ નંદા, અજય લક્ષ્મણભાઈ પરમાર, સાજીદ વલીમામદ ગોધાવીયા, ઈકબાલ શાહ ઉમરશાહ, સતીષ હરીશભાઈ મંગે, ભાવેશભાઈ અરશીભાઈ ગોજીયા, આસીફ યુસુફભાઈ ફુલવાલા મેમણ, હસમુખભાઈ મનહરભાઈ પરમાર સહિતના 26 શખ્સોને દબોચી લીધા હતાં.
સિટી બી ડીવીઝનના દરોડામાં પોલીસે ઘોડીપાસાની કલબમાંથી રૂા.11,28,060 ની રોકડ રકમ, ઘોડીપાસાના બે નંગ, રૂા.90,000 ની કિંમતના નવ મોબાઇલ સહિત કુલ રૂા.12,18,060 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસને જોઇ નાશી ગયેલા ઘોડીપાસા કલબના સંચાલક રમેશ ઉર્ફે પ્રમુખ મુળજીભાઈ વાઘેલાની શોધખોળ આરંભી કુલ 27 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ પોલીસે ઘરમાં તલાસી લેતા રમેશ વાઘેલાના મકાનમાંથી રૂા.40950 ની કિંમતના 273 નંગ ઈંગ્લીશ દારૂના પાઉચ મળી આવતા પોલીસે રમેશ ઉર્ફે પ્રમુખ મુળજી વાઘેલા વિરૂધ્ધ દારૂનો અલગથી ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.