સમયાંતરે અને યોગ્ય સમયે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન કરવું સમાજની નૈતિક ફરજ છે તેના ભાગરૂપે તાજેતરમાં વાંકાનેર તાલુકાના કેરાળા ગામમાં છેલ્લા 10 વર્ષથી દોરા-ધાગા, તાવિજ બનાવી છેતરપિંડી કરનાર ફિરોજ એહમદ કાદરીબાપુના ધતિંગનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મદદથી 1263 મો સફળ પર્દાફાશ કર્યો હતો. તેમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા વાંકાનેરના ડીવાયએસપી સહીતના પોલીસકર્મીઓનું સન્માન કરાયું હતું.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ સૌ પ્રથમ સન્માનપત્ર-મોમેન્ટો, શાલ ઓઢાડી સન્માન વિભાગીય કચેરીના ડીવાય.એસ.પી. સમીર સારડાનું સન્માન કર્યું હતું. ઉપસ્થિત સૌએ ઉમળકાથી અભિવાદન કર્યું હતું.
જાથાએ પર્દાફાશમાં જોડાયેલા અને સુંદર કામગીરી કરનારા પો.ઈન્સ. ડી. વી. ખરાડી, હેડ કોન્સ્ટે. મુકેશભાઈ ચાવડા, હેડ કોન્સ્ટે. વિરેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટે. વનરાજસિંહ ઝાલા, હેડ કોન્સ્ટે. બળવંતસિંહ જાડેજા, પો.કોન્સ્ટે. દર્શિતભાઈ વ્યાસ, પો.કોન્સ્ટે. ભરતભાઈ દલસાણીયાને પ્રમાણપત્ર સાથે મોમેન્ટો આપી બહુમાન જાથાના જયંત પંડયાએ કર્યું હતું. ડીવાય.એસ.પી. સમીર સારડા, કિશોરભાઈ હાપલીયા જોડાયા હતા.
જાથાના ચેરમેનએ જણાવ્યું કે જાથાએ સન્માન કરી નાગરિક ધર્મ બજાવ્યો છે. યોગ્ય સમયે કદર કરવી સમાજની નૈતિક ફરજ છે. દેશભરમાં જાથાને સરકારી તંત્ર સાથે પોલીસની હુંફ મળે છે. જાથાના કિશોરભાઈ હાપલીયા, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ જોડાયા હતા.
વાંકાનેરના ડીવાય.એસ.પી. સમીર સારડાએ સન્માનના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, પોલીસ સમાજનું અંગ છે. કાયદાની મર્યાદામાં નિયમાનુસાર કામગીરી કરવામાં આવે છે. પોલીસે ફરજનો ભાગ નિભાવ્યો છે. અંધશ્રદ્ધાથી સમાજ-રાષ્ટ્રને નુકશાન થાય છે. નિયંત્રીત કરવું સૌની ફરજ છે. જાથાની તટસ્થતાના કારણે ત્રણ દાયકાથી કામ કરે છે તે માટે અભિનંદન પાઠવું છું. સન્માન માટે આભારનો પ્રસ્તાવ કર્યો હતો.